લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હિન્દુ ધર્મના સાધુ-સંતોનું સમેલન યોજાયું હતું. હવે બરેલીમાં મુસ્લિમ ધર્મનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ધર્મના ધાર્મિક ગુરુ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ સંમેલનમાં એક મૌલાનાએ હિન્દુઓને ગર્ભીત ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જે દિવસે અમારા નવજવાનોએ કાનુન હાથમાં લેવા મજબુર બન્યા તે દિવસ સમગ્ર હિન્દુસ્તાનમાં તમને આસરો આપનાર કોઈ નહીં મળે.
હરિદ્વારમાં તાજેતરમાં ધર્મ સંમેલન યોજાયું હતું. હિન્દુઓ બાદ હવે મુસ્લિમ ધર્મના ધર્મ ગુરુઓનું બરેલીમાં સંમેલન યોજાયું હતું. જેમાં તૌકીર મિયાં દ્વારા આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ધર્મની હિમાયત માટે પહોંચ્યા હતા. મૌલાના તૌકીર મિયાંએ ઈસ્લામિયા મેદાનમાં એકઠા થયેલા લોકોને સંબોધતા કહ્યું કે હું હિન્દુ ભાઈઓને કહેવા માંગુ છું કે રાવણ કોણ હતો? શું રાવણ મુસ્લિમ હતો? કૃષ્ણે કંસનો વધ કર્યો. શું કંસ મુસ્લિમ હતો? પાંડવોએ કૌરવોને માર્યા, શું કૌરવો મુસ્લિમ હતા? હું હિંદુઓને કહેવા માંગુ છું કે તમે કયું પુસ્તક વાંચ્યું છે જેમાં લખ્યું છે કે હિંદુઓ અને મુસ્લિમોએ લડવું જોઈએ. દરેક યુગમાં સારા અને ખરાબ વચ્ચે લડાઈ થતી રહી છે. કોઈ ધર્મમાં એકબીજાને મારવાનું શીખવવામાં આવતું નથી.
તેમણે વધુમાં કહ્યું કે, અમે લડવા નથી આવ્યા, અમે અમારી તાકાત દર્શાવવા નથી આવ્યા, અમે અમારી તાકાત બતાવવા નથી આવ્યા. દેશની એકતા અને અખંડિતતા માટે આપણે આપણા જીવનનું બલિદાન આપવા આવ્યા છીએ, પરંતુ આપણને એ દિવસથી ડર લાગે છે જ્યારે આપણા યુવાનો કાયદો પોતાના હાથમાં લેશે અને યુવાનોને કાયદો પોતાના હાથમાં લેવાની ફરજ પડશે, તો પછી હિન્દુઓને ભારતમાં આશરો નહીં મળે.