ધર્માંતરણ પ્રકરણઃ વડોદરાની સંસ્થાને બ્રિટનથી હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલાવાયા હતા
અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયો હતો. જેની તપાસમાં ગુજરાતનું કનેકશન સામે આવ્યું હતું. તેમજ વડોદરામાંથી એક ધાર્મિંક સંસ્થા ચલાવતા સલાઉદ્દીનની સંડોવણી સામે આવી હતી. સલાઉદ્દીનની સંસ્થાને ધર્માંતરણ રેકેટ ચલાવવા માટે બ્રિટનમાંથી મૂળ ભરૂચનો અબ્દુલા કરોડો મોકલતો હોવાનું સામે આવ્યું છે. UK મજલિસ-એ-અલફ્લાહ ટ્રસ્ટના અબ્દુલ્લાહ ફેંકડાવાલાનું નામનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ભરૂચના નબીરપુરનો અબ્દુલા UKથી આખું રેકેટ ચલાવતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ધર્માંતરણ રેકેટ UKથી ચલાવાતું હોવાનું SITની તપાસમાં સામે આવ્યું છે જે બાદ દુબઈથી મુંબઈ અને મુંબઈથી વડોદરામાં ફંડના રૂપિયા મોકલવામાં આવતા, સમગ્ર કેસની તપાસ કરતી SITની ટીમ હવાલાકાંડની તપાસ માટે મુંબઈ પણ જશે, વડોદરાથી અબ્દુલ્લાના ઈશારે વિદેશની આ ફંડ ડાયવર્ટ કરાતું હતું. આ ફંડનો ઉપયોગ ધર્માંતરણ, સરાકર વિરોધ આંદોલનો કે તોફાનોમાં સંડોવાયેલા લોકોને છોડાવવા કરાયો હોવાનું પણ મનાઈ રહ્યું છે જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
આ પ્રકરણમાં વડોદરા પોલીસની એસઆઇટીની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, સલાઉદ્દીનને દુબઇથી હવાલા દ્વારા મળેલા કરોડો રૂપિયા મૂળ નબીપુરના પણ હાલ યુકેમાં રહેતા અબદુલ્લા ફેફડાવાળાએ દુબઇથી મુસ્તુફા શેખ દ્વારા મોકલ્યા હતા, ભરૂચના નબીપુરનો અબ્દુલા UKથી રેકેટ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જો કે પોલીસે સલાઉદ્દીનના ખાસ સાગરીત મનાતા મહમદ હુસેન ગુલામરસૂલ મનસુરીની ધરપકડ કરી 5 દિવસા રિમાન્ડ પણ મેળવ્યા હતા.