Site icon Revoi.in

ધર્માંતરણ પ્રકરણઃ મૌલાના કલીમ સિદ્દીકીએ એજન્ટને હિન્દુ યુવતીઓ અંગે સૂચના આપી હતી

Social Share

દિલ્હીઃ ધર્માંતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીનો એક ઓડિયો મેસેજ પોલીસના હાથમાં લાગ્યો છે. જેમાં મૌલાના હિન્દુ યુવતીઓને ફોસલાવી-પટાવીને તેમનું ધર્માંતરણ કરાવવાની વાત કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર મૌલાના કલીમ સિદ્દીકીનો આ ઓડિયો મેસેજ છે જેમાં વધારેમાં વધારે હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવમાં કહેવામાં આવ્યું હતું. જો કે, ફોનની બીજી તરફ કોણ છે જે હજુ સુધી જાણી શકાયું ન હતું.

ઓડિયો મેસેજમાં મૌલાના એજન્ટને કહેતા સંભળાય છે કે, ધર્માંતરણ એ ઝડપથી નથી થતું, જેના જવાબમાં એજન્ટ મૌલાનેને કહે છે કે, લોકડાઉનને કારણે હિન્દુ યુવતીઓ મળતી નથી. એજન્ટએ વધુમાં કહ્યું કે, કેટલીક યુવતીઓ મળી છે. ત્યારે મૌલાનાએ કહ્યું હતું, ઉચ્ચ જ્ઞાતિની યુવતીઓ હોવી જોઈએ. ઓડિયો મેસેજમાં મૌલાના મોટી સંખ્યામાં હિન્દુ યુવતીઓનું ધર્મ પરિવર્તન કરાવવાનું રેકેટ ચલાવી રહ્યાં છે.

તાજેતરમાં એટીએસની ટીમે મૌલાના કલીમ સિદ્દીકીને ધર્માંતરણ રેકેટના આરોપસર મુઝફ્ફરનગરમાંથી ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મૌલાના ઈમામ વલ્લીઉલ્લાહ નામનું ટ્રસ્ટ ચલાવતા હતા. જેના અંતર્ગત કેટલીક મદરેસા ચાલતી હતી અને તેના નામ ઉપર વિદેશોમાંથી કરોડોનું ફંડ આવતું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર કલીમ સિદ્દીકીના સંબંધ ઝાકિર નાઈક સાથે પણ હતા. ઝાકીર નાઈકના વીડિયો બતાવીને કલીમ સિદ્દીકી યુવાનોને ધર્મ પરિવર્તન માટે ઉશ્કેરતો હતો. એટીએસએ મૌલાના ખાસ ગણાતા ઈદરીશની ધરપકડ કરવામાં આવી હતી.