લખનૌઃ ધર્માતરણ કરનારી એક ટોળકીનો પર્દાફાશ થયા બાદ સીએમ યોગી એકશનમાં આવ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ તપાસ એન્જસીને ધર્માંતરમ કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ કરવાના નિર્દેશ કર્યાં છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગેંગસ્ટર જેવી કાર્યવાહી કરીને તેમની મિલકત જપ્ત કરવા પણ આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધર્માંતરમ કેસમાં ટોળકીના બે સભ્ય મુફ્તી કાઝી જહાંગીર આસમ કાસમી અને મહંમત ઉમર ગૌત્તમને એટીએસની ટીમે ઝડપી લીધા છે. આ ટોળકી ગરીબ અને જરૂરીયામંદ લોકોને નોકરી અને લગ્ન સહિતની લોભામણી લાલચ પીને ધર્મ પરિવર્તન કરાવતા હતા. આ ગેંગ મુક-બધિર બાળકો અને મહિલાઓને નિશાન બનાવતી હતી. આ કેસમાં પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈ સહિતની સંસ્થાઓની સંડોવણી હોવાની તથા વિદેશ ફંડીગ સામે આવ્યું છે. પોલીસની તપાસમાં ટોળકીએ એક હજારથી વધારે લોકોનો ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું ખૂલ્યું છે.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટોળકીએ અનેક યુવતીનો ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ મુસ્લિમ યુવાનો સાથે લગ્ન કરાવ્યાં છે. પ્રાથમિક તપાસમાં ટોળકીએ 1000 વ્યક્તિઓનું ધર્મ પરિવર્તન કરાવ્યાનું ખૂલ્યું છે. જો કે, પોલીસ તપાસમાં આ આંકડો વધવાની શકયતા છે.
આ ઘટના સામે આવતા સાધ-સંત સમાજમાં પણ રોષ ફેલાયો છે. તેમજ આરોપીઓ સામે આકરી સજાની માંગણી કરી છે. તેમજ આ અંગે યોગ્ય કાયદો બનાવવાની માંગણી કરી છે. બીજી તરફ સમગ્ર ઘટનાને મુખ્યમંત્રી યોગીએ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમજ તપાસ એજન્સીને યોગ્ય કાર્યવાહી કરવા માટે નિર્દેશ કર્યાં છે.