Site icon Revoi.in

ધર્મ પરિવર્તન રેકેટઃ દેશના 24 રાજ્યોમાં આરોપીઓનું નેટવર્ક

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મહંમદ ઉમર ગૌતમ અને જહાંગીર તથા તેમના સાગરિતોનું દેશના એક-બે નહીં પરંતુ 24 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનું ખૂલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. આ દરમિયાન ફતેહપુરના એક શિક્ષકાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, ગયા વર્ષે ઉમર અને તેના સાગરિતે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં શિક્ષિકાએ સ્કૂલ સંચાલકો સામે ફતેહપુરમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, એટીએસ અને યુપી પોલીસ ધર્માંતરણ પ્રકરણમાં સંડોવાયેલા તમામ સંગોઠનોની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓએ પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ધર્માંતરણના તમામ બનાવોની તપાસ ચાલુ છે. જે લોકોનું ધર્માંતરણ કરાવાયું છે તેમનો પોલીસ સંપર્ક કરી રહી છે. એટલું જ નહીં તેમના પરિવારજનોના પણ સતત સંપર્કમાં છે. જહાંગીર અને ઉમરની પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં આ પ્રકરણમાં વધુ ધરપકડ કરવામાં આવશે.

કલ્પના સિંહ નામની એક શિક્ષિકાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં શિક્ષિકાએ જણાવ્યું છે કે, ગયા વર્ષે ઉમર ગૌતમ લગભગ 25 મૌલાના સાથે સ્કૂલ આવ્યો હતો. તેમજ મહિલા ટીચરો ઉપર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં હિન્દુ બાળકોને ઉર્દૂ અને અરબી ભણાવવામાં આવે છે. જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવી હતી. આ અંગે સ્કૂલ સંચાલકો સામે ફરિયાદ પણ કરાઈ હતી.