Site icon Revoi.in

ધર્માંતરણ રેકેટઃ આરોપી ઈરફાન મુક-બધિર વિદ્યાર્થીઓના બ્રેશવોશ કરવામાં ચતુર

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા ધર્મ પરિવર્તન રેકેટમાં આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયો છે. આરોપી ઈરફાન મુક-બધિર બાળકોનું બ્રેનવોશ કરવામાં માહિર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધર્માંતરમ રેકેટમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાંથી ધરપકડ કરાયેલા સલાઉદ્દીન પાસેથી હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે. સલાઉદ્દીનને લઈને એટીએસની ટીમ લખનૌ પહોંચી હતી. આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. એટીએસને ટીમે ઈરપાન શેખ પાસેથી મહત્વના પુરાવા મળવાની આશા છે.

મુખ-બધિર બાળકોના ધર્મ પરિવર્તનમાં ઈરફાનની ભૂમિકા મહત્વની હોવાનું સામે આવ્યું છે. ઈરફાન આવા બાળકોનું બ્રેનવોશ કરવામાં પાવરધો છે. સલાઉદ્દીન પાસેથી હવાલા રેકેટને લઈને મહત્વના પુરાવા મળવાની શકયતા છે. ભૂતકાળમાં તેણે હવાલાથી મહંમદ ઉમર ગૌતમને નાણા મોકલ્યાં હતા. જેથી એટીએસને આશંકા છે ધર્માંતરણ ગેંગને હવાલા મારફતે સીધા નાણા મળતા હતા. સલાઉદ્દીનનું આઈપેડ અને મોબાઈલ ફોન પણ તપાસ ર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યું છે.

વિદેશી ફંડિગ અને અન્ય સ્ત્રોતો મારફતે નાણા એકત્ર કરીને ધર્મ પરિવર્તન કરાવતી ટોળકીના ઉમર ગૌતમ અને કાજી જહાંગીર હાલ 3 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ હેઠળ છે. બંને આરોપીઓની એટીએસની ટીમ આગવી ઢબે પૂછપરછ કરી રહી છે. પોલીસે બંનેની તા. 20 જૂનના રોજ ધરપકડ કરી હતી. બંનેની તપાસમાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે. તેમની તપાસના આધારે જ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.