ધર્માંતરણ રેકેટઃ આરોપી જહાંગીર આલમ ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો
લખનૌઃ ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા ધર્મ પરિવર્તન પ્રકરણમાં સ્થાનિક પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાયેલી છે. દરમિયાન આરોપીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી જહાંગીર આલમ ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલા લોકોના ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
સમગ્ર રેકેટ એક ચેઈનની જેમ ચલાવવામાં આવતું હતું. આરોપી મન્નુ યાદવ પોતાના સાથી આદિત્ય સહિતના લોકોના ધર્મ પરિવર્તન કરાવવાનું કામ કરતો હતો. ઈન્ટરપ્રેટેટર ઈરફાન દ્વારા જેમનું ધર્મ પરિવર્તન થતું હતું. તેમજ તે અન્ય મુખ્ય આરોપી ઉમર ગૌતમ સાથે મળીને આઈડીસી જતો હતો. જ્યાં હાજર જહાંગીર આલમ ધર્માંતરણ કરાવવામાં આવેલા તમામ લોકોના ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવવાનું કામ કરતો હતો. આરોપીઓ દ્વારા બતાવવામાં આવેલા સ્થળો, તેમજ ધર્માંતરણ કરાવેલા લોકોનું સત્યાપન કરવામાં આવશે. આ માટે અલીગઢ, નોઈડા, ગાઝિયાબાદ, બનાસરસ અને સહારનપુર સહિત ઉત્તરપ્રદેશના 27 જિલ્લા એસપીને પત્ર લખવામાં આવશે.
આરોપીઓ મુકબધિર વિદ્યાર્થી, જરૂરિયાતવાળી વ્યક્તિઓ તથા મહિલાઓને નિશાન બનાવીને તેમનું બ્રેનવોશ કરવામાં આવતું હતું. ત્યાર બાદ તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. એટલું જ નહીં મહિલાઓનું ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ તેમના લગ્ન પણ કરાવી દેવામાં આવતા હતા.