Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટનો પર્દાફાશ, 1000 હિન્દુઓનું કરાવ્યું ધર્માંતરણ

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના નોઈડામાં ધર્મ પરિવર્તન કરાવવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે બે મૌલાનાની ધરપકડ કરી છે. આ રેકેટ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવતું હતું. જેમાં મુકબધિર બાળકો અને મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું. આ પ્રકરણમાં વિદેશી ફંડિગના પણ પુરાવા પોલીસને હાથે લાગ્યાં છે. આ સમગ્ર પ્રકરણમાં 100થી વધારે લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળે છે.

યુપીના એડીજી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, એક વર્ષમાં લગભગ 350 લોકોનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે. નોઈડાની એક મુકબધિર સ્કૂલના 18 બાળકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 1000થી વધારે લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર રેકેટ બે વર્ષથી ચાલતુ હતું. આ પ્રકરણમાં વિદેશી ફંડીંગના પણ પુરાવા મળ્યાં છે. આરોપીઓ ડરાવી-ધમકાવી તથા લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવતા હતા.

પોલીસે પકડેલા આરોપી મહંમદ ઉમર ગૌત્તમ અને મુફ્તિ કાજી જહાંગીર કાસમી દિલ્હીના જામિયાનગર વિસ્તારમાં રહે છે. આરોપીઓ માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ધર્માતરણનું રેકેટ ચલાવતા હતા. આ પ્રકરણ અંગે એટીએસે ઉત્તરપ્રદેશના ગોતમીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જામિયાનગર સ્થિત આઈડીસી ઈસ્માલિક દાવા સેન્ટરના ચેરમેનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. યુપી એટીએસ બંને મૌલવીઓની ચાર દિવસ સુધી પૂછપરછ કરશે. પોલીસ તપાસમાં મહંમદ ઉમર ગૌત્તમ પણ હિન્દુમાંથી મુસ્લિમ બન્યો હોવાનું ખૂલ્યું છે.

પોલીસ ફરિયાદ અનુસાર આરોપીઓ ગેર મુસ્લિમને ડરાવી-ધમકાવી તથા નોકરી અને નાણાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવતા હતા. ટોળકી નબળા વર્ગના લોકો, બાળકો, મહિલાઓ અને મુક-બધિરને જ ટાર્ગેટ બનાવતા હતા.

એટીએસના અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓ ગરીબ હિન્દુઓને ટાર્ગેટ બનાવતા હતા. અત્યાર સુધીમાં એક હજાર હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. બંને મૌલાના મુકબધિર અને મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવતા હતા. બંને આરોપીઓની રામપુરમાં ધર્માંતરણમાં પણ સંડોવણી સામે આવી છે.