Site icon Revoi.in

ધર્મ પરિવર્તન રેકેટઃ આરોપીઓને ઈસ્લામિક દેશોની સાથે કેનેડાથી થયું હતું ફન્ડીંગ

Social Share

દિલ્હીઃ ઉત્તરુપ્રદેશના ગાઝિયાબાદમાં ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રકરમમાં એટીએસની તપાસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એટીએસની ટીમે ઉમર ગૌતમ અને કાઝી જહાંગીર આલમ સાથે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી હતી. એટલું જ સમગ્ર રેકેટના તાર કેનેડા અને કતાર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

ઉચ્ચ પોલીસ અધિકારીએ પ્રશાંતકુમારએ જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં રાહુલ ભોલા, મન્નુ યાદવ અને ઈરફાન ખાન નામના શખ્સોની ધરપકડ કરાઈ છે. તેમની પૂછપરછમાં પણ ગેંગની કામ કરવાની પદ્ધતિ સાથે જોડાયેલા રહસ્યનો ખુલાસો થયો છે. આરોપીઓ મુકબધિર વિદ્યાર્થીઓ, નિર્ધન લોકોને નાણા, નોકરી અને લગ્ન કરાવી આપવાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવતા હતા.

ઈરફાન મિનિસ્ટ્રી ઓફ ચાઈલ્ડ વેલફેરમાં ઈન્ટરપ્રેટેટર છે અને જે મુકબધિર વિદ્યાર્થીઓ વચ્ચે પોતાની પકડનો ગેરફાયદો ઉઠાવીને તેમને ઈસ્લામ ધર્મનું જ્ઞાન આપવાની સાથે અન્ય ધર્મ અંગે ખોટી માહિતી આપતો હતો. એટલું જ નહીં તેની વાતોમાં આવેલા બાળકોને અલગ-અલગ પ્રકારની લાલચ આપીને ઈસ્લામ અપનાવવા તૈયાર કરતો હતો.

સમગ્ર આરોપીઓ એક ચેન બનાવીને લોકોનું ધર્માંતરમ કરાવતા હતા. મુકબધિર રાહુલ ભોલા ઈન્ટરપ્રેટેટર ઈરફાન સાથે મળીને મુકબધિર વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતો હતો. એટલું જ નહીં મુખ બધિર મિત્રો તથા આરોપી મન્નુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાનનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.

એટીએસની તપાસમાં વિદેશથી થતા ફન્ડીંગ માટે ઉમર ગૌતમ અને તેના પરિવારના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થતો હતો. આ બેન્ક એકાઉન્ટસમાં ઈસ્લામિક દેશોની સાથે કેનેડાથી પણ નાણા આવ્યાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ધર્માંતરણના તાર કેનેડાથી લઈને કતાર સુધી ફેલાયેલા હોવાનું જાણવા મળે છે.