ધર્માંતરણ રેકેટઃ આરોપીઓ કોડવર્ડની ભાષામાં કરતા હતા વાતો
લખનૌઃ ઉત્તરપ્રદેશના ધર્માંતરણ રેકેટમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓ સાત પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. હાલ આ કોડવર્ડને ડિકોડ કરીને તેનો મતલબ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, એક કોડ ‘કોમ કા કલંક’ હજુ સુધી પોલીસ સામે માથાનો દુઃખાવો બન્યો છે. તેમજ તેને સમજવાના પ્રયાસ કરી રહ્યાં છે.
એક રિપોર્ટ અનુસાર ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓ એકબીજા સાથે કોડવર્ડની ભાષામાં જ વાતચીત કરતા હતા. તેઓ સાત કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. કોડવર્ડ રિવર્ટ બેક ટુ ઈસ્લામ પ્રોગ્રામનો અર્થ શોધી કાઢવામાં આવ્યો છે. તેનો અર્થ ધર્મ પરિવર્તન કરાવું થાય છે. આ જ પ્રમાણે મુતક્કીનો અર્થ હક અને સત્યની શોધ થાય છે. રહતમનો અર્થ વિદેશથી આવતું ફંડ, સલાતનો અર્થ નમાજ તથા અલ્લાહ કે બંદેનો અર્થ સોશિયલ મીડિયા પર વીડિયો લાઈવ કરનાર, મોબાઈલ નંબર અને જન્મતિથિ એટલે કે ધર્મ પરિવર્તન કરનારનું નામ. આવા કોર્ડવર્ડનો ઉપયોગ આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓ કરતા હતા. જો કે, કોડ કોમ કલંકને હજુ ડિકોડ નથી કરાઈ શક્યો.
એડીજીએલઓ પ્રશાંતકુમારે જણાવ્યું હતું કે, અસમની સંસ્થા મારકાજુલ મારિફ મારફતે પણ આરોપી ઉમરને મોટી રકમ મળી હતી. ઈસ્લામિક દાવા સેન્ટરના બેંક ખાતામાં પણ એક કરોડથી વધારેની રકમનું ટ્રાંજેક્શન કરવામાં આવ્યું હતું. મોટાભાગનું ફંડીગ કતાર, દુબઈ અને અબુધાબીથી આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં આરોપીઓએ અત્યાર સુધીમાં એક હજાર વ્યક્તિઓનો ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનું ખૂલ્યું છે.