લખનૌઃ ઈડીએ ધર્માતરણ મામલે આરોપીની સંપતિઓ આગામી દિવસમાં જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી શકે છે. આ પ્રકરણની તપાસ કરતી એટીએસની ટીમે આરોપીઓના બેંક ખાતા જપ્ત કર્યાં છે. તેમજ તેની તપાસ માટે આવકવેરા વિભાગે પણ રજૂઆત કરાઈ છે.
યુપી એટીએસના અધિકારીઓના જણાવ્યા અનુસાર કાઝી જહાંગીર આલમ અને મહંમદ ગૌતમને બીજી વાર રિમાન્ડ ઉપર લેવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવશે. એટીએસ દ્વારા તેમના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. હવે બીજી વખત રિમાન્ડની કોશિસ કરાશે. તપાસ એન્જસીના મતે આરોપીઓની પૂછપરછમાં વિદેશી ફંડિંગ ઉપર અન્ય આંતકી નેટવર્કની પણ તપાસ કરાશે. આરોપી મુન્ના યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાન, ઈરફાન શેખ અને રાહુલ ભોલાના પણ રિમાન્ડ લેવાની તૈયારીઓ કરી છે. તપાસ એજન્સી આરોપીઓની ધર્મ પરિવારત્ન રેકેટમાં ઉંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવશે.
ધર્માંતરણ રેકેટમાં પોલીસની તપાસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. તેમજ વિદેશી ફંડિગ થયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 1000થી વધારે લોકોનું આ ગેંગે ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. આ મામલે પણ પોલીસ સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે.