મોટરકારને CNGના બદલે ઈલેક્ટ્રોનિકમાં રૂપાતંરિત કરવાથી અનેક ફાયદા
નવી દિલ્હી: જો તમારી પાસે ડીઝલ અથવા પેટ્રોલ એન્જિનવાળી કાર છે અને તમે તેને CNG અથવા ઇલેક્ટ્રિક વાહનમાં કન્વર્ટ કરવા માંગો છો તો તે હાલમાં શક્ય છે. EV કાર સીએનજી વાહનો કરતાં વધુ સુરક્ષિત છે, કારણ કે તેમાં વપરાતી બેટરી સંપૂર્ણ રીતે પરીક્ષણ કરવામાં આવે છે અને પછી જ તેનો ઉપયોગ વાહનોમાં થાય છે. જૂના વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રેટ્રો ફીટ કરવું એ CNG કિટ કરતાં વધુ સારો વિકલ્પ છે. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે પણ તમારા વાહનમાં ઇલેક્ટ્રિક વાહન પાવરટ્રેન ઇન્સ્ટોલ કરો છો, ત્યારે તેનું જીવન પહેલા કરતા વધુ સારું થઈ જાય છે. એટલું જ નહીં, કારની રનિંગ કોસ્ટ પણ ઓછી થાય છે, જેના કારણે તમે લાંબા ગાળે ઘણી બચત કરી શકો છો. તે જ સમયે, તમે જૂના વાહનમાં સીએનજી કીટ પણ મેળવી શકો છો, પરંતુ સીએનજી કીટ ઇન્સ્ટોલ કર્યા પછી, વાહનની બૂટ સ્પેસ સમાપ્ત થઈ જાય છે. તેમ જાણકારો માની રહ્યાં છે.
પેટ્રોલ અથવા ડીઝલથી ચાલતા વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને EV રેટ્રોફિટિંગ કહેવામાં આવે છે. આમાં, હાલના વાહનના એન્જિનને સંપૂર્ણપણે નવી મોટર અને ડ્રાઇવટ્રેનથી બદલી શકાય છે. આમાં, અન્ય તમામ વાહનોના સ્પેરપાર્ટ્સ સામાન્ય રહે છે અને બ્રેક્સ, હેડલાઇટ્સ જેવા ભાગોને બદલવા અથવા રિપેર કરવાનું સરળ બને છે. તેમજ તમે તમારા ઇલેક્ટ્રિક વાહનને ઘરે ચાર્જ કરી શકો છો જે એકદમ અનુકૂળ છે. આરટીઓ કારના રૂપાંતરણને માત્ર રીટ્રોફિટિંગ એજન્સીઓને જ મંજૂરી આપે છે.
રેટ્રોફિટિંગનો મુખ્ય ફાયદો એ છે કે તમારા વાહનનું જીવન નોંધપાત્ર રીતે વધે છે. જો તમારી કાર સારી સ્થિતિમાં છે તો વધુ સારી. આ સિવાય તમારી કાર ઈકો-ફ્રેન્ડલી બને છે, જે પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે વાહન માલિકોના ખિસ્સાને હળવા કરી રહ્યાં છે, બીજી તરફ કેન્દ્ર સરકાર પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈ-વાહનોને પ્રોત્સાહન આપી રહ્યાં છે. ઈંધણના ભાવમાં થયેલા વધારાને પગલે લોકો હવે પોતાના વાહનને સીએનજી અને ઈ-વાહનમાં રૂપાતંરિત કરવાનું વિચારી રહ્યાં છે.
(PHOTO-FILE)