Site icon Revoi.in

દેશમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ દોષિત ઠેરવવાનો દર 93.54 ટકા

Social Share

નવી દિલ્હીઃ દેશમાં મની લોન્ડિંગના બનાવનો શોધી કાઢવા માટે કેન્દ્રની વિવિધ એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલ સમગ્ર દેશમાં મોટાયાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ આ કેસમાં ઝડપાતા આરોપીઓને કાનૂન અનુસાર આકરી કાર્યવાહી થાય તેવી કામગીરી કરવામાં આવી છે. દરમિયાન નવ વર્ષમાં મની લોન્ડિંગ નિવારણ કાયદા હેઠળ અદાલતમાં 31 કેસની ટ્રાયલ પૂર્ણ કરીને 29 કેસમાં 54 આરોપીઓને સજા ફરમાવામાં આવી છે. બીજી તરફ ઈડીમાં હાલ મંજુર કરાયેલા મહેકમની સામે હજુ 25 ટકા જેટલી જગ્યા ખાલી છે, આ જગ્યા પણ ઝડપથી પૂર્ણ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમ કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, નવ વર્ષમાં મની લોન્ડરિંગ નિવારણ કાયદા (PMLA)ના 31 કેસોની ટ્રાયલ પૂર્ણ થઈ છે, જેના પરિણામે 29 કેસોમાં 54 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં, PMLA હેઠળ દોષિત ઠેરવવાનો દર 93.54 ટકા છે. કેટલાક એવા કિસ્સાઓ એવા છે, જેમાં કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તપાસ કરાયેલા પ્રિડિકેટ અપરાધોને રદ કરવાને કારણે PMLA હેઠળની કાર્યવાહી આગળ વધી શકી નથી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 13 જુલાઈ સુધીમાં ફેડરલ એજન્સીમાં 25 ટકાથી વધુ જગ્યાઓ ખાલી હતી. તેમના નિવેદન મુજબ, ED પાસે 2,075 કર્મચારીઓની મંજૂર સંખ્યા છે અને તેમાંથી, 1,542 પોસ્ટ્સ હાલમાં કાર્યરત છે. મની લોન્ડરિંગના બનાવવો શોધી કાઢવા માટે તેજ ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે.

(PHOTO-FILE)