- Google Meet પર આવ્યું શાનદાર ફીચર
- યુઝર્સ હવે સેટ કરી શકે છે વિડીયો બેકગ્રાઉન્ડ
- વિડીયો કોલને બનાવશે વધુ મનોરંજક
દિલ્હી : ડીફોલ્ટ અને કસ્ટમ વોલપેપર બાદ, ગૂગલ મીટ હવે વિડીયો બેકગ્રાઉન્ડ માટે સપોર્ટ આપવાનું શરૂ કરી રહ્યું છે, જે આ મહિનામાં પહેલા વેબ પર અને પછી આવતા મહિનામાં મોબાઇલ પર આવનાર છે.
ગૂગલ રિપોર્ટ અનુસાર, આ ફીચરની ઘોષણા સૌથી પહેલા સંશોધિત ગૂગલ મીટ વેબ યુઆઈ સાથે કરવામાં આવી હતી, જે હવે વ્યાપક રૂપે રોલ આઉટ કરવામાં આવ્યું છે.
સ્ટેબલ બેકગ્રાઉન્ડ સિવાય હવે તમે વિડીયો પસંદ કરી શકો છો. કસ્ટમ બેકગ્રાઉન્ડ તમને તમારું વ્યક્તિત્વ બતાવવા માટે મદદ કરી શકે છે.આ સાથે ગોપનીયતા જાળવવા માટે તમારી આસપાસના ભાગને છુપાવવામાં પણ મદદ કરી શકે છે
તમારા બેકગ્રાઉન્ડને વિડીયોમાં બદલવાના વિકલ્પ સાથે, અમે આશા કરીએ છીએ કે, તે તમારા વિડીયો કોલને વધુ મનોરંજક બનાવશે. લોન્ચિંગ સમયે ત્રણ વિકલ્પો છે – એક કલાસરૂમ, પાર્ટી અને જંગલ કંપનીએ કહ્યું કે વધુ મીટ વિડીયો બેકગ્રાઉન્ડ આવનાર છે.
ઉપલબ્ધતાની દ્રષ્ટિએ તેને સૌથી પહેલા વેબ પર 7 જૂનના લોન્ચ કરવામાં આવ્યું છે.30 જૂનથી વિડીયો અને ફોટો બેકગ્રાઉન્ડ બંને માટે ગૂગલ ક્રોમના ઓછામાં ઓછા 87 સંસ્કરણની જરૂર પડશે.