ગૂગલ મેપ્સ પર શાનદાર ફીચર આવ્યું છે.આ ફીચરની મદદથી યુઝર્સ તેમના વિસ્તારની હવાની ગુણવત્તા ચકાસી શકે છે. ગૂગલ મેપ્સમાં આ માટે એક સરળ પ્રોસેસ આપવામાં આવી છે.હવાની ગુણવત્તા દરેક વિસ્તારમાં અલગ હોય છે. જો વાત કરવામાં આવે દિલ્હી NCRની તો ત્યાં ફરી એકવાર પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું છે અને દરેક વિસ્તારનું પ્રદૂષણ સ્તર અલગ-અલગ છે. જો યુઝર્સ તેમના વિસ્તારનું વાયુ પ્રદૂષણ જોવા માગે છે, તો તે ખૂબ જ સરળ છે. ખરાબ વાયુ પ્રદૂષણને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમને બીમારીનો સામનો પણ કરવો પડી શકે છે. અસ્થમાના દર્દીઓ માટે તે ઘાતક સાબિત થઈ શકે છે.
ગૂગલ મેપ્સની અંદર એક અલગ ટેબ આપવામાં આવ્યું છે. તે તમારી આસપાસની હવામાં પ્રદૂષણનું સ્તર જણાવે છે. ગૂગલ મેપ્સની મદદથી તમે કોઈપણ સ્થળનું પ્રદૂષણ સ્તર ચકાસી શકો છો અથવા જો તમે કોઈ સ્થળે જવાનું વિચારી રહ્યા હોવ તો ત્યાં જતા પહેલા હવાની ગુણવત્તા ચકાસી શકો છો.
હવાની ગુણવત્તા ગૂગલ મેપ્સ પર કેવી રીતે તપાસવી,અહીં જાણો
સૌપ્રથમAndroid અથવા iOS પર Google Maps ખોલો.હવે લોકેશન સર્ચ કરો અથવા તમે GPS ઓન પણ કરી શકો છો.લોકેશન સેટ કર્યા પછી લેયર બટન પર ક્લિક કરો, જે ઉપર જમણી બાજુએ હાજર છે.આ પછી, નકશાના નીચે હવાની ગુણવત્તાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.આ વિકલ્પ પર જઈને યુઝર્સ સરળતાથી હવાની ગુણવત્તા ચકાસી શકે છે.આ સિવાય આ એપમાં ટ્રાફિક એલર્ટથી લઈને ટોલ રેટ સુધીની માહિતી ઉપલબ્ધ છે અને તેની મદદથી નવી જગ્યાએ જવાનું કામ સરળતાથી કરી શકાય છે. જો કે તમે ગૂગલ મેપ્સ પર જે પણ સર્ચ કરો છો તે તેની હિસ્ટ્રીમાં ઓનલાઈન સેવ થઈ જાય છે.