Site icon Revoi.in

‘શેરશાહ’ ફિલ્મ પ્રમોશન માટે સિદ્ધાર્થ મલહોત્રા અને કિયારા અડવાણીનું શાનદાર ફોટોશૂટઃ અફેરની ચર્ચાએ પકડ્યું જોર

Social Share

મુંબઈઃ બોલિવૂડ વર્લ્ડમાં કોઈ એક ફિલ્મમાં કોઈ એક્ટ્રેસ અને એક્ટર સાથે કામ કરી લે છે અને ત્યાર બાદ બન્ને વચ્ચેનું સારુ એવું બોન્ડિંગ બહારની રિયલ દુનિયામાં પણ જોવા મળે છે તો સ્વભાવિક વાત છે કે તેઓ સમચારની સુર્ખીઓમાં છવાય જાય છે,હાલ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની સ્થિતિ પણ કંઈક આવી જ જોવા મળે છે, બન્નેના અફેરે બોલિવૂડ પેજ પર જનર ટકાવી રાખી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી વચ્ચે લાંબા સમયથી અફેરની ચર્ચાઓ સાંભળવા મળે છે. હવે બંને પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. તેમની ફિલ્મ ‘શેર શાહ’ 12 ઓગસ્ટે રિલીઝ થવાની છે તે પહેલા જ આ કપલ ચર્ચાનો વિષય બન્યું છે. હાલ સિદ્ધાર્થ અને કિયારા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. કિયારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ સાથેના ઘણા ફોટોક્રાય  છે, જેમાં બંને વચ્ચેની કેમેસ્ચિરૂ સાફ જોઈ શકાય છે.

https://www.instagram.com/kiaraaliaadvani/?utm_source=ig_embed&ig_rid=974e1f46-d8ca-4e1f-b438-4204a521e937

કિયારાએ ફાટો શેર કરતા કેપ્શન હાઈ ઈમોટિકોન શેર કર્યું અને હેશટૈગ કે,#Shershaah12thAugust  લખ્યું છે. 12 ઓગસ્ટે આ બન્નેની ફિલ્મ રિલીઝ થવાની છે જેની દર્શકો પણ આતુરતાથઈ રાહ જોઈ રહ્યા છે.

 

કિયારાએ આ દરમિયાન બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો છે. લહેંગાને અલગ લુક આપવા માટે તેણે બ્રાઉન કલરનો બેલ્ટ પણ પહેર્યો છે. આ ફોચટોમાં કિયારા ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તરફ, હેન્ડસમ સિદ્ધાર્થે પઠાણી સ્ટાઇલમાં નેવી બ્લુ કલરનું બ્લેઝર પહેર્યું છે. આ સ્ટાર્સના ફોટોએ ફેન્સના મનમાં અનેક સવાલ સર્જ્યા છે, પહેલાથી જ બન્નેના એફેરની ચર્ચાઓ તો હતી જ હવે ફોટોને લઈને અનેક લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે,

ફિલ્મ ‘શેર શાહ’ ની વાત કરીએ તો ફિલ્મની વાર્તા કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સિવાય આ ફિલ્મમાં શિવ પંડિત, નિકિતિન ધીર, હિમાંશુ મલ્હોત્રા અને પવન ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2020 માં પૂરું થયું હતું. અગાઉ તે 3 જુલાઈ 2020 ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે તેને મુલતવી રાખવી પડી હતી. હવે આ ફિલ્મ 12 ઓગસ્ટના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. તેનું નિર્દેશન વિષ્ણુવર્ધને કર્યું છે. ધર્મા પ્રોડક્શન્સ અને કાશ એન્ટરટેનમેન્ટે સંયુક્ત રીતે ફિલ્મનું નિર્માણ કર્યું છે.