- કાકડી અને ફૂદીનાથી આખોને મળે છે ઠંડક
- આ બન્ને વસ્તુ તમારી ત્વચા પર નિખાર લાવે છે
હાલ ખૂબ જ ગરમી પડી રહી છે આવી સ્થિતિમાં આપણે ત્વચાની કાળજી રાખવી જોઈએ તો બીજી તરફ આંખોને પણ ઠંડક આપવી જોઈએ કારણ કે આંખો આપણા શરીરની સૌથી અગત્યનો અંગ છે આંખો વગર દુનિયા જોઈ શકાતી નથી, ત્યારે ગરમીમાં આંખોને ઠંડક આપવા ઘરેલું ઈલાજ અપનાવી શકો છો,જેમાં કાકડી ફૂદીનો બેસ્ટ આપ્શન છે,
આ રીતે બનાવો આઈસ ક્યૂબ
આ માટે તમારે આઈસ ક્યૂબ બનાવાની રહેશે, સૌ પ્રથમ કાકડીના નાના નાના ટૂકડાઓ કરીલો હવે તેમાં ઘણા બધા ફૂદીનાના સાફ કરેલા પત્તા એડ કરીદો, હવે આ બન્ને એક સાફ મિક્સર જારમાં બરાબર ક્રશ કરીલો,
હવે આ મિશ્રણમાં 1 કપ ગુલાબજળ અને 1 કપ એલોવેરા જેલ એડ કરીને ફરીથી બરાબર મિક્સ કરીલો, ત્યાર બાદ આ દરેક બરાબર મિક્સ થાય તે રીતે ફરી ક્રશ કરીલો
હવે આ મિશ્રણને આઈm ટ્રેમાં નાખીને બરફ જમાવો તે રીતે જમાવી લો.તૈયાક છે આઈસ મિન્ટ ક્યૂબ
આ રીતે કરો ઉપયોગ
- આ આઈસ ક્યૂબ તમે ચહેરા પર ઘસી શકો છો,જેનાથી ત્વચા ગ્લો કરશે અને ફૂલ્લીઓ, ખીલ સહીત થતા અટકશે
- આ સાથે જ તમે આ આઈસ ક્યૂબથી આંખો પર હળવા હાથે મસાજ કરો જેનાથી આંખોને ઠંડક મળશે
- જો તમારા પગના તળીયા ખૂબ બળ છે તેવી સ્થિતિમાં આ આઈસ ક્યૂબથી પગના તળીયાને ઠંડક આપી શકાય છે.
- આ આઈસ ક્યૂબ ત્વચાથી લઈને દરેક બાબતે કામ લાગી શકો છે,આમા નેચરલ વસ્તુઓના ઉપયોગ થયો હોવાથી તે ત્વચાને નુકશાન નહી કરે