દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં ભારતના બે શહેરનો પણ સમાવેશ
દિલ્હીઃ દરેક વ્યક્તિ પરિવાર સાથે શાંતિથી સુરક્ષિત શહેરમાં રહેવાનું પસંદ કરે છે. દરમિયાન ડિઝિટલ, હલેથ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્સનલ અને એનવાયરમેન્ટ સિક્યોરીટી સહિતના માપદંડોને ધ્યાનમાં રાખીને ઈઆઈયુ દ્વારા કરવામાં આવેલા રિસર્ચના અંચે દુનિયાના 60 સુરક્ષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ નંબર ઉપર ડેનમાર્કની રાજધાની કોપનહેગનનો સમાવેશ થાય છે. જો કે, પ્રથમ દસ શહેરોમાં ભારતના એક પણ શહેરનો સમાવેશ થતો નથી. આ યાદીમાં ભારતની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર EIUએ ડિઝિટલ, હલેથ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્સનલ અને એનવાયરમેન્ટ સિક્યોરીટીના માપદંડોને ધ્યાનમાં રાખીને વિવિધ શહેરોને 100માંથી સ્કોર આપવામાં આવ્યો છે. પ્રથમ નંબર ઉપર કોપનહેગન, બીજા નંબર ઉપર કેનેડાનું ટોરન્ટો, ત્રીજા નંબર ઉપર સિંગાપુર, ચોથા ક્રમે ઓસ્ટ્રેલિયાનું સિડની, પાંચમા ક્રમે જાપાનનું ટોક્યો, એમ્સટર્ડમ, વેલિંગ્ટન, હોંગકોંગ, મેલબર્ન અને સ્ટોકહોમનો પ્રથમ દસમાં સમાવેશ થાય છે. જ્યારે નવી દિલ્હી 48માં ક્મે અને મુંબઈ 50માં સ્થાને છે. આ લિસ્ટમાં પાકિસ્તાનના એક શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યાદીમાં કરાંચી 59 નંબર ઉપર છે.