Site icon Revoi.in

ચૂંટણી પ્રચાર કરવામાં ફસાયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી -નેતા વિરુદ્ધ એમઆરટી મ્યુઝિકે કોપીરાઈટનો કેસ કર્યો

Social Share

દિલ્હીઃ- કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અવાર નવાર ચર્ચાનો વિષેય બને છે ત્યારે ફરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી ચર્ચામાં આવ્યા છે, તેમના પર કોપી રાઈટનો કેસ દાખલ કરાયો છે જેનો સંબંધ સાઉથની જાણીતી ફિલ્મ કેજીએફ 2 સાથે છે.

રાહુલ ગાંઘી સામે કોપી રાઈટ એક્ટ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે, કેસની બાબત એવી છે કે હાલ રાહુલ ગાંઘી પોતાની યાત્રામાં વ્યસ્ત છે ચૂંટણી પહેલા તેઓ પ્રચારમાં જોતરાયા છે ચૂંટણીને લઈને તેઓ પ્રચાર માટે અનેક પ્રકારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં જનતાને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે જો કે આ પ્રયાસ તેમને ભારે પડ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ચૂંટણી પ્રચારના એક વીડિયોમાં સાઉથની જાણતી યશરાજની ફિલ્મ કેજીએફના મ્યૂઝિકનો યૂઝ કરવામાં આવ્યો છે જેને લઈને વિવાદ સર્જાયો કેજીએફ ચેપ્ટર 2 ફેમ એમઆરટી મ્યુઝિકે કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

મ્યુઝિક લેબલ તરફથી  એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા માટે તૈયાર કરવામાં આવેલા માર્કેટિંગ વીડિયોમાં તેઓએ ફિલ્મના મ્યૂઝિકનો ઉપયોગ કર્યો છે. જો કે, આમ કરવા માટે કોંગ્રેસ કોઈ પણ પ્રકારની અમારા પાસે મંજૂરી લીઘી નથી.

એમઆરટી મ્યુઝિકે એમ પણ જણાવ્યું છે કે, “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં અમારી મરજી વિરુદ્ધ KGF ગીતોનો ઉપયોગ થતો જોઈને અમે ચોંકી ગયા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેના રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે પરવાનગી વિના અમારા ગીતનો ઉપયોગ કર્યો છે. જે નિયમનું કાયદાનું ઉલ્લઘન કહી શકાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.