શું તમે ચણોઠીના પાન વિશે સાંભળ્યું છે ? જે મોઢામાં પડતા ચાંદાનો રામબાણ ઈલાજ તથા અનેક સમસ્યામાં આપે છે રાહત
- ચણોઠીના પાન આયુર્વેદિક ગુણોથી ભરપુર
- મોઢામાં પડતા ચાંદાને મટાડે છે
- ખાસી અને કફમાં પણ રાહત આપે છે
સામાન્ય રીતે જ્યારે પણ આપણાને કોઈ નાની મોટી શરીરની સમસ્યા થતી હોય છે ત્યારે ડોક્ટર પાસે જતા પહેલ આપણે ઘરેલું સારવાર કરતા હોઈએ છે. જેમાં ઘરમાં રહેલા તેજાના મરી મસાલા ખૂબ ઉપયોગી સાબિત થાય છે, આ સાથે જ ઔષધિ વનસ્પતિઓ પણ નાની મોટી સમસ્યામાં ખૂબ કારગાર સાબિત થાય છે.આજે આપણે ચણોઠીના પાન વિશે વાત કરવાના છે, જે એક વેલ છે જેના પર લાલ અને કાળઆ રંગના બીજ આવે છે જે ખૂબ જ સુંદર હોય છે, પરંતુ ચણોઠીના વેલના જે પાન હોય છે તે અનેક આયુર્વેદિક ગુણોથી ભરેલા છે.
નોંધ – ચણોઠીના બીજમાં ઝેર હોવાનું મનાઈ છે જેથી તેનો ઉપયોગ કરવો જોઈએ નહી, અહીં આપણે ફક્ત પાનના ઉપયોગ જોઈશું પાન સંપૂર્ણ પણે સુરક્ષિત હોય છે.ચણોઠીમાં ઝેરી તત્વ સ્ટ્રેચિનાઈન કરતા સો ગણું હોય છે. તેના ઝેરને દૂર કરવા માટે ચણોઠી ના બીજને ઉકાળવા પડતા હોય છે.
જાણો ચણોઠીના પાનના ઉપયોગ અને તેના અઢળક ફાયદાઓ
- ચણોઠી ના મૂળને પાણીથી મિક્સ કરીને પીસીને પીવામાં આવે તો તે માથાનો દુઃખાવો, હાફ-માસ્ટિક કોલિક, આંખો સામે અંધકાર, રાત્રે અંધત્વ વગેરેમાં મોટી રાહત થાય છે.
- આ સાથે જ ગળા માટે પણ અવાજ આવવામાં તકલીફ હોય તો ચણોઠી ના પાન ચાવવાથી રાહત મળે છે,આ પાનનો રસ ગળા નીચે ઉતારવાથી ખૂબ ફાયદો થાય છે.
- આ સાથે જ કોઈ જગ્યાએ વાગ્યું હોય છોલાય ગયું હોય ત્યારે જે બળતરા થાય છે, તે જગ્યાએ ચણોઠીના પાનનો લેપ લગાવાથી મોટી રાહત થાય છે.
- જીભમાં ચાંદી પડી હોય કે મોઢામાં ચાંદા પડ્યા હોય, મોઢું આવી ગયું હોય તેવી સ્થિતિમાં પણ ચણોઠીના પાન ખૂબજ અસકારક સાબિત થાય છે, આવી સ્થિતિમાં તમે ચણોઠીના પાન ચાવીને મોઠામાં રાખો રાહત મળશે
- જો ઉલટી અને ઝાડા થયા હોત ત્યારે ચણોઠીના પાનનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે
- વાળ માટે પણ ચણોઠી રામબાણ ઈલાજ ગણવામાં આવે છે.
- માથામાં ટાલ પડી હોય તો તેના ઉપર ચણોઠી ના મૂળ અથવા ફળ ભિલામાના રસ માં ઘસીને તેનો લેપ લગાવવાથી વાળની સમસ્યા દૂર થાય છે.