Site icon Revoi.in

શું તમે ચણોઠીના પાન વિશે સાંભળ્યું છે ? જે મોઢામાં પડતા ચાંદાનો રામબાણ ઈલાજ તથા અનેક સમસ્યામાં આપે છે રાહત

Social Share

સામાન્ય રીતે જ્યારે પણ આપણાને કોઈ નાની મોટી શરીરની સમસ્યા થતી હોય છે ત્યારે ડોક્ટર પાસે જતા પહેલ આપણે ઘરેલું સારવાર કરતા હોઈએ છે. જેમાં ઘરમાં રહેલા તેજાના મરી મસાલા ખૂબ ઉપયોગી સાબિત થાય છે, આ સાથે જ ઔષધિ વનસ્પતિઓ પણ નાની મોટી સમસ્યામાં ખૂબ કારગાર સાબિત થાય છે.આજે આપણે ચણોઠીના પાન વિશે વાત કરવાના છે, જે એક વેલ છે જેના પર લાલ અને કાળઆ રંગના બીજ આવે છે જે ખૂબ જ સુંદર હોય છે, પરંતુ ચણોઠીના વેલના જે પાન હોય છે તે અનેક આયુર્વેદિક ગુણોથી ભરેલા છે.

નોંધ – ચણોઠીના બીજમાં ઝેર હોવાનું મનાઈ છે જેથી તેનો ઉપયોગ કરવો જોઈએ નહી, અહીં આપણે ફક્ત પાનના ઉપયોગ જોઈશું પાન સંપૂર્ણ પણે સુરક્ષિત હોય છે.ચણોઠીમાં ઝેરી તત્વ સ્ટ્રેચિનાઈન કરતા સો ગણું હોય છે. તેના ઝેરને દૂર કરવા માટે ચણોઠી ના બીજને ઉકાળવા પડતા હોય છે.

જાણો ચણોઠીના પાનના ઉપયોગ અને તેના અઢળક ફાયદાઓ