Site icon Revoi.in

ગોંડલના માર્કિટ યાર્ડમાં ધાણાની બે લાખ ગૂણીની આવક, યાર્ડ બહાર વાહનોની લાઈનો લાગી

Social Share

ગોંડલઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલના માર્કેટ યાર્ડમાં છેલ્લા સપ્તાહથી ધાણાની આવકમાં વધારો થઈ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં આ વખતે ધાણાની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. અંદાજે 2 થી 2.25 લાખ ગુણી ધાણાની આવક નોંધાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાથી ઉભરાયું છે. માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા યાર્ડના મેદાનમાં જગ્યા ટૂંકી પડી હતી અને વેપારીઓની દુકાનોમાં ધાણા ઉતારવાની ફરજ પડી હતી. હજુ પણ માર્કેટ યાર્ડની બહાર ધાણા વેચવા માટે આવેલા વાહનોની લાઈનો જોવા મળી રહી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની સીઝનમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા ધાણાની આવકની જાહેરાત કરવામાં આવતા સૌરાષ્ટ્રભરના ખેડૂતો શનિવાર સાંજથી યાર્ડની બહાર લાંબી કતાર લગાવી દેવામાં આવી હતી.યાર્ડની બહાર બંને બાજુ 7 થી 8 કિલોમીટર અને 2000થી વધુ વાહનોની લાંબી કતાર લગાવવામાં આવી હતી. હરાજીમાં ખેડૂતોને ધાણા 20 કિલોના ભાવ 900 થી 1800 સુધીના બોલાયા હતા.તેમજ ધાણીના ભાવ 1000 થી 2500 સુધીના બોલાયા હતા. યાર્ડમાં દરરોજ 25 થી 30 હજાર ગુણી ધાણા નિકાલ થાય છે. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવી રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, મોરબી, ભાવનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે. યાર્ડની બન્ને બાજુ 5 કિલોમીટર સુધી ધાણા ભરેલા વાહનોની લાઈનો લાગી હતી જેના પગલે યાર્ડ ધાણાથી હાઉસફૂલ થઇ ગયું છે. આ સિઝનની રેકોર્ડ બ્રેક આવક છે. ધાણા ઉતારવામાં યાર્ડની જગ્યા ટૂંકી પડી હતી. યાર્ડની બન્ને બાજુ આશરે બે હજાર જેટલા વાહનોની કતાર હતી. ગત વર્ષ કરતા ધાણાની આવક વધુ થવાની શકયતા દેખાઈ રહી છે.