- મકાઈનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક
- ચોક્કસ પ્રમાણમાં મકાઈ ખાવાથી અનેક ફાયદો થાય છે
કોર્ન એટલે કે મકાઈ .આમ તો આપણે દરિયા કિનારે કે ચોપાટી પર ફરવા જતા હોઈએ એટલે શેકેલી કે બાફેલી મકાઈ ચોક્કસ પણે ખાઈએ છીએ, મકાઈ ખાવાનો ઘણા લોકોને શોખ હોય છે, એમા પણ જો વરસતો વરસાદ હોય અને ગરમા ગરમ મકાઈ મળી જાય તો તો મજા જ મજા પડી જાય.આ તો થઈ શોખની વાત, પણ ષું તમે જાણો છો કે જે મકાઈ શોખથી ખવાઈ છે તેના આરોગ્યલક્ષી અનેક ફાયદાઓ છે, એમા પણ ચોમાસામાં મકાઈનું સેવન કરવું ખૂબ ફાયદા કારક સાબિત થાય છે, તો ચાલો જાણીએ મકાઈમાં સમાયેલા અઢળક ગુણો અને તેના સેવનથી થતા ફાયદાઓ
મકાઈ ખાવાથી થતા ફાયદાઓ
- મકાઈમાં રહેલું થીયામીન કાર્બોહાઇડ્રેટસનું નિયમન કરે છે.તેમાંનું બીટા-ક્રીપટોકઝાથીન ફેફસાંના કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે.
- ઇનસોલ્યુએબલ ફાઇબર આંતરડાંના રોગ, કબજિયાત વગેરે દૂર કરે છે.
- મકાઈ વજન વધારવા અને ઘટાડવા બન્ને માટે ઉપયોગી છે,જો તમે વજન વધારવા ઇચ્છતા હો તો દિવસમાં ત્રણ વાર મકાઈનું સેવન કરવું જોઈએ અને જો વજન ઘટાડવા ઇચ્છતા હો તો મકાઇને તમારા સવારના નાસ્તામાં સામેલ કરો
- મકાઇમાં વિટામીન એ, બી અને ઇ નું ભરપૂર પ્રમાણ હોય છે. આ ઉપરાંત તેમાં ખનિજનું પ્રમાણ પર સારુ એવું જોવા મળે છે.અને તેમાં રહેલા ફાયબર પાચનક્રિયાને મજબૂત બનાવે છે અને ફાઇટોકેમિકલ્સ ઘણા પ્રકારની બિમારીઓથી સુરક્ષિત રાખવાનું કાર્ય પણ કરે છે.
- મકાઈમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવેનોઇડના ગુણો કેન્સર જેવી ગંભીર બીમારીના ખતરાને ઘટાડવાનું કાર્ય પણ છે, તેમાં રહેલ ફેરુલિક એસિડ બ્રેસ્ટ કેન્સર થતા અટકાવે છે.
- આ સાથએ જ મકાઇનું સેવન શરીરની ઇમ્યુનિટી મજબૂત બનાવે છે. મકાઇના દાણામાં શરીરના ઇમ્યુન સેલ્સને મજબૂત બનાવવાની તાકાત સમાયેલી હોય છે.
- મકાઇમાં સમાયેલા ગુણો જેવા કે વિટાિમન-સી, કેરોટોનોઇડ અને ફાઇબર હોય છે. જે શરીરના કોલેસ્ટ્રોલને ઘટાડી રક્ત કોશિકાઓને સાફ કરવાનું મહત્વનું કાર્ય પાર પાડે છે. આ સાથે હૃદયને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે.
- મકાઈ ખાવાથી બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખી શકાય છે.