Site icon Revoi.in

કોર્નફ્લોર પણ છે એક નેચરલ બ્યૂટિ પ્રોડક્ટ , આ રીતે બનાવો તેનો ફેસ માસ્ક ત્વચાની કરચલીઓ થશે દૂર

Social Share

ડોકોર્નફ્લોરથી પણ ત્વચાને મુલાયમ બનાવીશકાય છે

શિયાળો આવતાની સાથે જ સૌ કોઈ પોતાની ત્વચાવી કાળજી રાખતા થઈ જાય છે.ઘરેલું નુસ્ખાો અપનાવીને દરેક લોકો ઈચ્છે છે કે તેઓ પોતે સુંદર દેખાવાની સાથે સાથે તેમની સ્કિન મુલાયમ કોમળ બને કારણ કરે શિયાળામાંમ સ્કિન રુસ્ક થવાની ફરીયાદ હોય છે ત્યારે આજે વાત કરીશું કોર્નફ્લોરની જેનો ફેસ માસ્ક ત્વચા પર નિખાર લાવવાનું અને ત્વચાને નરમ બનાવાનું કામ કરે છે.કારણ કે કોર્નફ્લોર વિટામીન A, C અને E જેવા ગુણોથી ભરપૂર છે.

કોર્નફ્લોર માસ્કનો તમારી ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, જો તમે તમારી સ્કિન કેર રૂટીનમાં કોર્નફ્લોર ફેસ માસ્કનો સમાવેશ કરો છો, તો તે તમારી ત્વચા પર વૃદ્ધત્વના સંકેતોને રોકવામાં પણ મદદ કરે છે,

જાણો કોર્નફ્લોર ફેસ માસ્ક બનાવવાની રીત લાવ્યા છીએ.

  1. 2 ચમચી કોર્નફ્લોર
  2. 1 ચમચી મધ
  3. 3 ચમચી દૂઘ

કોર્નફ્લોર ફેસ માસ્ક બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી કોર્નફ્લોર નાખો.
આ સાથે તમે તેમાં 1 ચમચી અને 3 ચમચી દૂધ ઉમેરો.પછી તમે આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.

આ પછી, તમારા ચહેરા પર આ ફેસ માસ્ક લગાવતા પહેલા ચહેરો સાફ કરો.
તમે આ ફેસ માસ્કને તમારા આખા ચહેરા પર સારી રીતે લગાવો.ત્યાર બાદ  તેને ચહેરા પર લગાવીને  ઓછામાં ઓછા 5 થી 10 મિનિટ સુધી સૂકવી લો.પછી તમે તેને હુંફાળા પાણીથી સારી રીતે ધોઈ લો.આ માસ્ક તમારી ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે