Site icon Revoi.in

કોરોના: દેશમાં 24 કલાકમાં 1,272 નવા કેસ સામે આવ્યા,સક્રિય કેસ 15,515

Social Share

દિલ્હી : ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર જોવા મળી રહ્યા છે.કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો-ઘટાડો જોવા મળતો હોય છે.અને કોરોનાને રોકવા સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજે કોવિડ-19ના એક દિવસમાં 1,272 નવા કેસ જોવા મળ્યા છે અને સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 15,515 થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ,દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વાત કરીએ તો 1,272 નવા કેસ સામે આવ્યા છે.જયારે સક્રિય કેસ 15,515 થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે 8 વાગ્યા સુધી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોવિડ-19ના કેસની સંખ્યા વધીને 4.49 કરોડ (4,49,80,674) થઈ ગઈ છે. મૃતકોની સંખ્યા 5,31,770 પર પહોંચી ગઈ છે કારણ કે સંક્રમણને કારણે વધુ ત્રણ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાંથી પંજાબમાં બે અને પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મોત થયું છે.

આંકડાઓ અનુસાર, ભારતમાં હાલમાં કોરોનાવાયરસની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 15,515 છે, જે સંક્રમણના કુલ કેસના 0.03 ટકા છે. કોવિડ-19માંથી રિકવરીનો રાષ્ટ્રીય દર 98.78 ટકા નોંધાયો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,33,389 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.18 ટકા છે. સરકાર દ્વારા ઝડપી રસીકરણ અભિયાન બનાવવામાં આવ્યું છે. જેને પગલે અત્યારસુધીમાં 220.66 કરોડથી વધુ લોકોને ડોઝ આપવામાં આવ્યા છે.સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ 220.66 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.