- કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટી
- 24 કલાક દરમિયાન 53 હજાર 69 કેસ નોંધાયા
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાને માત આપવા માટે મોટા પાયે રસીકરણ થઈ રહ્યું છે તો તેની સાથએ જ કોરોના વાયરસના એક્ટિવ કેસોમાં સતત ધટાડો નોંધાઈ રહ્યો છે.જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 54 હજાર 69 નવા કેસો સામે આવ્યા છે, જે છેલ્લા 2 દિવસની સરખામણીમાં થોડા વધુ કહી શકાય, ત્યારે આજ સમયગાળા દરમિયાન 68 હજાર 885 કોરોનાના દર્દીઓ સાજા થયા છે,ત્યાર બાદ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 6 લાખ 27 હજારે પહોંચી છે.
સતત 42 દિવસો દરમિયાન કોરોનામાં સાજા થયેલા દર્દાઓની સરખામણીમાં છેલ્લા 24 કલાકમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળે છે,કોરોનાથી સાજા થવાનો દર 96.61 ટકા જોવા મળી રહ્યો છે.
આ સાથે જ સાપ્તાહિક સંક્રમણ દર સતત 5 ટકાથી નીચે રહ્યો છે.હાલની સ્થિતિમાં 3.04 ટકા જોવા મળે છે,તે સાથે જ વિતેલા દિવસે સંક્રમણ દર 2.91 ટકા રહ્યો હતો, સતત 17મા દિવસે આ સંક્રમણ દર 5 ટકાથી નીચે નોંધાઈ રહ્યો છે, જે સારી બાબત કહી શકાય. ઘીરે ઘીરે કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે.
દેશભરમાં છેલ્લા 3 દિવસથી રેકોર્ડબ્રેક રસીકરણ થઈ છે. પહેલા દિવસે 86 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી, બીજા દિવસે આ આંકડો 54 લાખ હતો અને બુધવારે રસીના 64.89 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દેશના કુલ 30.16 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવી છે.