Site icon Revoi.in

ચીનમાં ફરી કોરોનાનો વર્તાતો કહેર – આ જાણીતા શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમાં છેલ્લા કેટલાક વર્ષથી કોરોના મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે,જો ભાપરતની વાત કરવામાં આવે તો હાલ અહીની સ્થિતિ કાબુમાં છે અને નહીવત જેવા કેસો નોંધાઈ રહ્યા છએ જો કે જ્યાથી કોરોનાની ઉત્પત્તી થઈ હતી તેવા દેશ ચીનમાં ફરી કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેને કારણે કેટલાકક શહેરોમાં મીની લોકડાુન કરવાની તંત્રને ફરજ પડી રહી છે.

જો વિતેલા દિવસને શનિવારની વાત કરવામાં આવે તો એક જ દિવસ દરમિયાન ચીનમાં 14 હજાર 870થી પણ વધુ કેસ નોંધાયા હતા. જેના કારણે ચીનની રાજધાની બેજિંગ સહીત ઉત્પાદનક્ષેત્રનું હબ ગણાતા એવા ગ્વાંગઝૂના  હાઇઝૂમાં અનેક કેસો નોંધાઈ રહ્યા છે સોથી વધપ કેસ આ વિસ્તારમાંથી નોંધાયા છે.

ચીનના આ વિસ્તારોમાં લોકોને મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરાવામાં કહેવામાં આવી રહ્યું છે. આ જાહેરાત જિલ્લા સરકારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી છે. દરેક ઘરના એક સભ્યને ભોજન ખરીદવા જવાની મંજૂરી આપવામાં આવી છે.

આ સાથે જ કોરોના ગ્રસ્ત લોકોને અહી આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે,ઝીરો કોવિડ નિતી ઘરાવતું ચીન હાલ પણ કોરોનામાંથી બહાર આવી શક્યુ નથી,કોરોનાના કેસો અહીં વધતા જ જતા જોવા મળી રહ્યા છે.

: ચીનના સત્તાવાર મીડિયા અનુસાર, ઘણી જગ્યાએ લોકોને પ્રવેશવા અથવા પાછા ફરતા અટકાવવામાં આવી રહ્યા છે. આ સાથે ઘણી જગ્યાએ દાખલ થવા માટે નેગેટિવ કોવિડ ટેસ્ટ રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે

આ સાથે જ નેશનલ હેલ્થ કમિશન અનુસાર, 1.3 કરોડની વસ્તી ધરાવતા શહેર ગુઆંગઝૂમાં કોરોનાના ના 3 હજાર 775 કેસ નોંધાયા છે, જેમાં લક્ષણો વિનાના 2,996 કેસનો સમાવેશ થાય છે. ગુઆંગઝુના હૈઝુ જિલ્લામાં, લોકોને નજીકના પરીક્ષણ કેન્દ્રની મુલાકાત લેવા અથવા ઘરે રહેવા માટે કહેવામાં આવ્યું હતું જેથી કરીને તેઓનું  કોકોરાનું માટે પરીક્ષણ થઈ શકે.