- ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો
- ઝીરો કોવિડ પોલીસીનો દાવો પડ્યો ખોટો
- મેડિકલમાં લાંબી લાઈનનો લાગી
- દવાઓનો સ્ટોક ખૂટી પડ્યો
દિલ્હીઃ- ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે એ જ ચીન કે જ્યાંથી કોવિડની ઉત્પત્તિ થઈ હતી અને જેણે સમગ્ર વિશ્વમાં ભયવાળું વાતાવરણ ઊભુ કર્યું હતુ ત્યાર બાદ કોવિડ વિરોધી વેક્સિનથી ચીને પોતાના દેશને ઝીરો કોવિડ પોલીસ વાળઓલદેશ ઘોષિત કર્યો હતો જો કે હવે આજચીનમાં કોરોનાની વધી રહેલી રફ્તારે સરકારની ઊંઘ હરામ કરી છે.
ચીનમાં લાખો વૃદ્ધ લોકોને હજુ સુધી સંપૂર્ણ રસી આપવામાં આવી નથી. જ્યારે કોવિડ સંક્રમિત દર્દીઓની આવનારી સંખ્યાને પહોંચી વળવા માટે હોસ્પિટલોમાં સંસાધનોની ભારે અછત છે.હાલ જો ચીનની સ્થિતિની વાત કરીએ તો લોકડાઉન લગાવ્યા બાદ પણ સ્થિતિ કંટ્રોલમાં જોવા મળી નથી, અહી દવાઓ માટે લોકો લાંબી લસાઈનોમાં ઊભા રહે છે તો કેટલીક દાવાઓનો સ્ટોક ખૂટી પડ્યો છે.ચીનની ઝીરો કોવિડ પોલિસીના કડક નિયમો હળવા કર્યા ત્યારથી કોરોનાના કેસોમાં ફરી સતત વધારો નોંધાઈ રહ્યો છે.
ખાસ કરીને બેઇજિંગના લોકોને દવાઓ મળવી મુશ્કેલ બની રહી છે. ચાઈનીઝ સર્ચ એન્જિન બાઈડુની જાણકારી પ્રમાણે છેલ્લા અઠવાડિયામાં 430 ટકાનો કોરોનામાં વધારો થયો છે. ઝડપથી વધી રહેલા એન્ટિજેન પરીક્ષણો અને દવાઓની વધતી જતી માંગને કારણે ઉંચી કિંમતો સાથે બ્લેક માર્કેટ વ ધી રહ્યું છે. દવાઓના ખરીદદારો ‘ડીલરો’ પાસેથી માલ મેળવવા માટે જુગાડ લગાવી રહ્યા છે.