દેશમાં કોરોનાનો કાળો કહેર : છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ કેસ, 800 થી વધુ મોત
- દેશમાં કોરોનાનો કાળો કહેર યથાવત
- 24 કલાકમાં 1.31 લાખથી વધુ કેસ
- 800 લોકોએ કોરોનાથી ગુમાવ્યા જીવ
- મહારાષ્ટ્ર-દિલ્હી બાદ યુપીમાં પણ સંકટ
દિલ્હી : કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ દેશમાં તબાહીનું કારણ બની રહ્યું છે. દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોના કેસોએ તેમના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
રાજ્ય સરકારો દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1.31 લાખથી વધુ કેસ નોંધાયા છે.અને 800 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 60 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી દસ લાખથી વધુ થઇ રહી છે, હજી આ આંકડો 9.74 લાખ પર પહોંચી ગયો છે.
દેશમાં સૌથી વધુ ખરાબ હાલત મહારાષ્ટ્રની છે.જ્યાં છેલ્લા 10 દિવસમાં દરરોજ 50 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.ફક્ત મુંબઈમાં 9 હજાર કેસ સામે આવ્યા છે.આ સિવાય દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં 7 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.જેને 6 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
દિલ્હી- મહારાષ્ટ્ર સિવાય યુપીમાં પણ કોરોના બેકાબૂ બન્યો છે.યુપીમાં છેલ્લા દિવસોમાં 8 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.જે કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીના સૌથી મોટો આંકડો છે.
દેવાંશી