- દિલ્હીની જેલ પહોંચ્યો કોરોના
- 46 કેદીઓ કોરોના સંક્રમિત
- જેલના 43 કર્મીઓ પણ કોરોનાની યજપેટમાં આવ્યા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરુાત થી ચૂકી છે, દૈનિક કેસોમાં ઉછાળો થયો છે વિતેલા 24 કલાકમાં 0 1 લાખ 79 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે, ત્યારે હવે દિલ્હીમાં આરોગ્ય કર્મીઓ બાદ પોલીસ કર્મી અને હવે દિલ્હીની જેલના કેદીઓ પણ કોરોના પોઝિટિવ મળ્યા છે,દિલ્હીની જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હીની દિલ્હીની ત્રણ જેલોમાં 46 કેદીઓ અને 43 કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. અધિકારીઓએ સોમવારે આ મામલાની જાણકારી આપી છે.
આ સમગ્ર ઘટનાને લઈને જેલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “બધા સંક્રમિત કેદીઓ અને કર્મચારીઓ હાલ ક્વોરોન્ટાઈન હેઠળ છે અને તેમની તબિયત સારી જોવા મળી રહી છે.”. સંક્રમિત મળી આવેલા 43 કર્મચારીઓમાંથી 25 તિહાર જેલના,12 રોહિણી જેલના અને છ મંડોલી જેલના કેદીઓનો સમાવેશ થાય છે.
કેદીઓના કોરોના ગ્રસ્ત થવાના મામલે અધિકારીઓએ જણાવ્યું કે તિહાર, મંડોલી અને રોહિણી જેલ પરિસરમાં સંક્રમણ ફેલાવાને રોકવા માટે, જેલના દવાખાનાને ‘કોવિડ કેર સેન્ટર’માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. તિહારમાં સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટ પણ ટૂંક સમયમાં કામ કરવાનું શરૂ કરશે.
આ સાથે જ કોરોનાના હળવા લક્ષણો ધરાવતા કેદીઓ માટે કેટલાક ‘મેડિકલ આઇસોલેશન સેલ’ની સ્થાપના પણ કરવામાં આવી છે. તે જ સમયે, જે દર્દીઓમાં સંક્રમણના કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી, તેમના માટે જેલ પરિસરમાં જ અલગ ‘આઇસોલેશન રૂમ’ બનાવવામાં આવ્યા છે.