પંજાબની નાભા જેલમાં કોરોના વિસ્ફોટ – 100 મહિલા કેદીઓમાંથી 46 મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- પંજાબની જેલમાં કોરોનાનો રાફળો ફાટ્યો
- 100માંથી 47 મહિલાઓ કેદીઓ પોઝિટિવ
ચંદીગઢ – પંજાબમાં કોરોના ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આજે મંગળવારના રોજ નાભાની નવી જિલ્લા જેલમાં બંધ 46 મહિલા કેદીઓ નો કોરોના કિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિવિલ સર્જન ડો.સતિન્દરસિંહે જણાવ્યું હતું કે આ તમામ મહિલા કેદીઓને કોવિડની માલરકોટલા જેલમાં શિફ્ટ કરાયા છે
પ્રાપ્ત વિગતો અનુસાર નાભાની નવી જિલ્લા જેલની મહિલા બેરેકમાં હાલમાં 100 જેટલા કેદીઓ બંધ છે. સીએમઓએ જણાવ્યું હતું કે, આ મહિલા કેદીઓના રુટિન સ્ક્રીનિંગ માટે કોવિડના નમૂના લેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં મંગળવારે 100 માંથી 46 કેદીઓ પોઝિટિવ મળ્યાં છે. રિપોર્ટ આવતાની સાથે જ જેલના વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મહિલા બેરેકમાં સુરક્ષા ફરજ પરના સ્ટાફની પણ તરત તપાસ હાથ ધરવામાં આવી છે
સિવિલ સર્જનએ જણાવ્યું હતું કે, તમામ મહિલા કેદીઓ કે જેઓ પોઝિટિવ જોવા મળે છે તેમની હાલની સ્થિતિ સારી છે આ સાથે જ આ તમામમાં કોરોનાના એક પણ લક્ષણ જોવા મળ્યા નહોતા જો વિભાગની જેલમાં નિયમિત નમૂના લેવામાં ન આવ્યા હોત, તો આ કોરોના ચેપગ્રસ્ત કેદીઓની ઓળખ પણ ન થઈ શકી હોત
આ પહેલા પણ લુધિયાના સાંસદ રવનીત બિટ્ટુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાંસદે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. બિટ્ટુએ ટ્વીટ કર્યું હતું કે તેની કોરોના લક્ષણો માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સાહિન-