- કેરળમાં કોરોનાનો રાફળો ફાટ્યો
- સતત 5માં દિવસે 20 હજાર કેસો નોંધાતા ચિંતા વધી
દિલ્હીઃ- કેરળમાં કોરોના વાયરસના કેસો જે રીતે ઝડપથી વધતા જોવા મળ્યા છે તેને જોઈને ત્રીજી લહેરની શંકાઓ જાણો સાચી પડી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે, દેશના રાજ્ય કેરળમાં શનિવારે સતત પાંચમા દિવસે કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં મૃત્યુઆંક તેના સામે ઘટેલો જોવા મળે છે. આ સાથે જ સંક્રમણ દર ઘટીને 12.31 ટકા થયો છે.
આ પહેલા શુક્રવારે, રાજ્યમાં 100 પોઝિટિવ દર્દીઓના મોત થયા, જ્યારે સંક્રમણનો દર પરીક્ષણ કરાયેલા કુલ નમૂનાઓના પ્રમાણમાં પણ 13.61 ટકા નોંધવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી દેશમાં ચાલીસ હજારથી વધુ કોરોના કેસ આવી રહ્યા છે. જે સમગ્ર ભારતના કોરોના ના કેસોમાં 50 ટકા કેસ કેરળના જોવા મળે છે.
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, શનિવારે રાજ્યમાં કોરોના વાયરસના 20 હજાર 624 નવા કેસ નોંધાયા છે, જેનાથી રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 33 લાખ 90 હજાર 761 થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 80 દર્દીઓના મૃત્યુ સાથે, રાજ્યમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 16 હજાર 781 પર પહોંચી ગઈ છે.ઉલ્લેખનીય છે કે કેરળમાં આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ પણ સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે.જેથી કોરોના સંક્રમણ ફેલાતું થોડે અંશે અટકાવી શકાય.
આ સમગ્ર મામલે મંત્રીએ જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન 16 હજાર 865 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે તેની સાથે અત્યાર સુધી 32 લાખ 8 હજાર 969 દર્દીઓ સાજા થયા છે જેમણે અત્યાર સુધી આ મહામારીને હરાવી છે. તે જ સમયે, 1 લાખ 64 હજાર 500 દર્દીઓ સારવાર હેઠળ જોવા મળે છે.