ઓસ્ટ્રેલિયન ટીમમાં કોરોનાથી ખળભળાટ,સિડની ટેસ્ટ પહેલા એક ખેલાડી પોઝિટિવ
- ઓસ્ટ્રેલિયન ટીમમાં કોરોનાથી ખળભળાટ
- સિડની ટેસ્ટ પહેલા એક ખેલાડી પોઝિટિવ
- ટ્રેવિસ હેડ કોરોના વાયરસથી સંક્રમિત
મુંબઈ:ક્રિકેટની સૌથી જૂની જંગ એટલે કે એશિઝ સિરીઝ પર કોરોનાનો કહેર તબાહી મચાવી રહ્યું છે. ઈંગ્લેન્ડ કેમ્પમાં પહેલાથી જ આનાથી ખળભળાટ મચી ગયો છે અને હવે સિડનીમાં રમાનાર ચોથી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમનો એક ખેલાડી પણ તેની ઝપટમાં આવી ગયો છે. કોરોના પોઝિટિવ મળી આવેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીનું નામ ટ્રેવિસ હેડ છે. કોરોનાના ચંગુલમાં ફસાયા બાદ હેડને ચોથી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. જ્યારે મિશેલ માર્શ, નિક મેડિન્સન અને જોશ ઈંગ્લિસને ઓસ્ટ્રેલિયન ટીમમાં કવર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
આ પહેલા ઈંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડ પણ કોરોનાને કારણે સિડની ટેસ્ટનો ભાગ ન બની શકે તેવા સમાચાર આવ્યા છે.તો,મેચ રેફરી ડેવિડ બૂન પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ICCની ઈન્ટરનેશનલ પેનલ ઓફ રેફરીના સભ્ય સ્ટીવ બર્નાર્ડ ચોથી ટેસ્ટમાં મેચ રેફરી તરીકે તેમની જગ્યા લેશે. 5 ટેસ્ટ મેચોની એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ 3-0ની અજેય બઢત મેળવીને ખિતાબ પર કબજો જમાવ્યો છે.
ઈંગ્લેન્ડના કેમ્પમાં પણ કોરોનાએ ગભરાટ ફેલાવ્યો છે.પરંતુ હજુ સુધી તેના કોઈ ખેલાડીને તેની અસર થવાના સમાચાર નથી. ટ્રેવિસ હેડ આ રીતે એશિઝ સિરીઝમાં કોરોના પોઝિટિવ બનનાર પ્રથમ ખેલાડી છે.