Site icon Revoi.in

કોરોનાના કેસમાં રાહત- 24 કલાકમાં 13,166 કેસ નોંધાયા,એક્ટિવ કેસોમાં સતત ઘટાડો

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં હવે કોરોનાની ત્રીજી લહેર નબળી પડેલી જોઈ શકાય છે, સતત ઘટતા કેસોને લઈને હવે ઘણા રાજ્યોએ નાઈટ કર્ફ્યૂ સહીતના નિયંત્રણો હળવા કરી દીધા છે, ત્યારે દૈનિક નોંધાતા કેસોની સંખ્યા 15 હજારની પણ અંદર આવી રહી છે જે જોતા કહેવું રહ્યું કે કોરોનાના કેસોમાં મોટી રાહત થઈ છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો વાયરસના નવા કેસોમાં 7 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 13 હજાર 166 નવા કેસ નોંધાયા છે. આ સાથે, આ સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યા સતત ઘટતી જોવા મળી રહી છે

જો સક્રિય કેસોની વાત કરીએ તો 1 લાખ 34 હજાર 235 કેસ જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં 26 હજાર 988 લોકોએ કોરોના વાયરસને માત આપીને સ્વસ્થ થયા છે.

આ સાથે જ જો મૃત્યુના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 302 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.49 ટકા થઈ ગયો છે.જો કોરોનાના દૈનિક સકારાત્મકતા દરની વાત કરવામાં આવે તો  1.28 ટકા અને સાપ્તાહિક સકારાત્મકતા દર 1.48 ટકા થઈ ગયો છે.