દેશમાં ફરી ઘીમી ગતિએ વધી રહ્યા છે કોરોનાના કેસ – છેલ્લા 24 કલાકમાં 444 નવા કેસ નોંધયા
- દેશમાં વધી રહ્યા છએ ફરી કોરોનાના કેસ
- છેલ્લા 24 કલાકમાં 44 નવા કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીએ જાણે રાહતના શ્વાસ લીઘા હતા જો કે હવે અચાનક જ કોરોનાના કેસોવો આંકડો 400ને પાર પહોચી રહ્યો છે છેલ્લા 100 દિવસથી વધુના સમયગાળા બાદ ગઈકાલે દેશમાં 500થી વધુ નવા કેસ નોઁધાયા હતા જેને લઈને ફરી એક વખત આરોગ્ય તંત્રમાં ચિંતા જોવા મળી છે.
સાથે જ જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં કુલ 444 નવા કેસો નોઁધાયા છે., જે સતત બીજા દિવસે 400ને પારનો આકંડો દર્શાવે છે આ પહેલા આટલા કેસો અંદાજે 3 મહિના પહેલા નોંઘાતા હતા ત્યારે અચાનક કોરોનાનો ગ્રાફ વધતો જોવા મળી રહ્યો છે.
છેલ્લા 5 અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના 400 થી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 444 નવા કેસ નોંધાયા છે.આ દરમિયાન કોરોના સંક્રમણને કારણે એક વ્યક્તિના મોતના સમાચાર છે. મૃત્યુના આ સમાચાર તમિલનાડુથી આવ્યા છે
. આ પહેલા રવિવારે દેશમાં કોરોનાના 524 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે દેશમાં કોરોનાના 80 ઓછા નવા કેસ નોંધાયા છે. કોરોના ફરી ડરી રહ્યો છે આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 252 લોકો કોરોના વાયરસના ચેપને હરાવવામાં સફળ રહ્યા હતા, એટલે કે, તેઓ સ્વસ્થ બન્યા હતા. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 3809 થઈ ગઈ છે.
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 191 નો વધારો નોંધાયો છે. આ સાથે જ હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.80 ટકા થઈ ગયો છે. જ્યારે મૃત્યુ દર 1.19 ટકા પર યથાવત છે. જ્યારે કુલ ચેપના 0.01 ટકા સક્રિય કેસ છે.