- હરિયાણામાં વધી રહ્યા છે ફરી કોરોનાના કેસોટ
- 10 જ દિવસમાં સંક્રમણ દરમાં બે ગણો વધારો નોંધાયો
ચંદિગઢ – હરિયાણામાં ફરી એક વખત કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યો છે.આ સતત ચોથી વખત છે કે જ્યારે કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થયા બાદ ફરીથી રાજ્યમાં નવા કેસની સંખ્યા 150ની નજીક પહોંચી ગઈ છે.
વિતેલા દિવસને મંગળવારે, છેલ્લા બે મહિનામાં સૌથી વધુ 149 કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 10 દિવસમાં જ રાજ્યમાં કોરોનાનો સંક્રમણ દર બે ટકા વધુ પર પહોંચી ગયો છે.
માર્ચના છેલ્લા અઠવાડિયામાં કોરોનાનો સંક્મણ દર 0.41 ટકા હતો પરંતુ હવે તે વધીને 2.50 થઈ ગયો છે. હવે સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 474 થઈ ગઈ છે. તેમાંથી 470 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. 31 માર્ચ સુધીમાં કુલ સક્રિય કેસ માત્ર 257 હતા. એપ્રિલની શરૂઆતથી નવા કેસોમાં વધારો થયો છે. રિકવરી રેટ 98.87 છે અને મૃત્યુ દર 1.08 ટકા છે. હાલમાં રોજના 8 હજાર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
માર્ચ મહિનામાં નવા કેસની સંખ્યા 50થી નીચે ચાલી રહી હતી. એપ્રિલની શરૂઆતથી, આંકડો 50 અને 100 ને વટાવીને 149 પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કોરોનાના કેસો ઓછા જ થતા હરિયાણામાં, કોરોના સંબંધિત નિયંત્રણો પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને લોકોને માસ્ક ન પહેરવાની મંજૂરી આપવામાં આવી છે.