દેશમાં કોરોનાએ માથુ ઉચક્યું, નવા 918 પોઝિટિવ કેસ નોંધાયાં
• 24 કલાકમાં 479 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
• પોઝિટિવ કેસ શોધી કાઢવા ટેસ્ટીંગ પ્રક્રિયા તેજ કરાઈ
• રસીકરણ અભિયાનને પણ વેગવંતુ બનાવાયું
નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની સાથે દેશમાં એચ3એન2ના કેસ પણ સામે આવી રહ્યાં છે. જેથી કેન્દ્રીય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં કોરોનાના નવા 918 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 479 જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોનાના પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવા અને રસીકરણ અભિયાનને વધારે તેજ કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત રાજ્યોને સુચના આપી છે. દરમિયાન રાજ્યમાં 24 કલાક દરમિયાન કોવિડ-19 રસીના 1246 ડોઝ આપવામાં આવ્યાં હતા. દેશમાં હાલ લગભગ છ હજાર જેટલા સક્રીય કેસ છે. જો કે, રાહતની વાત એ છે કે, રિવકરી રેટ 99 ટકા જેટલો છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અત્યાર સુધીમાં 92 કરોડથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં છે. કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત રાજ્યોને સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે.
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.65 કરોડ રસીના ડોઝ (95.20 કરોડ સેકન્ડ ડોઝ અને 22.86 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,246 ડોઝ આપવામાં આવ્યા છે ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 6,350 છે. દેશમાં હાલ સક્રિય કેસ 0.01% છે. જ્યારે રિકવરી રેટ હાલમાં 98.8% છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 479 લોકો સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં 4,41,59,182 દર્દીઓ સાજા થયાં છે.. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર 0.86% જેટલો છે. અત્યાર સુધીમાં કુલ 92.03 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે; છેલ્લા 24 કલાકમાં 44,225 ટેસ્ટ કરવામાં આવ્યા છે.