Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થયા, પણ મોતનો આંક વધ્યો

Social Share

અમદાવાદ: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાના કેસો હવે ઓછા થઈ રહ્યા છે. એક સમયે અમદાવાદમાં 8 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા હતા, ત્યારે હવે આ સંખ્યા 4 હજારે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4341 કોરોના સંક્રમિતો નોંધાયા છે. જ્યારે આ દરમિયાન વધુ 6 કોરોના દર્દીઓના મોત થયા છે.

સતત વધી રહેલા કોરોના સંક્રમણથી રાજ્યના લોકોને થોડી રાહત મળી છે. બે દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે આ બે દિવસ દરમિયાન મૃત્યુઆંકે ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં 25 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. જ્યારે ગતરોજ 19 લોકોના મોત કોરોના કારણે થયા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 13,805 કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 25 દર્દીના મોત થયા છે. તેની સાથે જ મત્યુઆંક 10,247એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓ પણ વધી રહ્યા છે. રાજ્યના 13,469 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે જ સાજા થનાર દર્દીઓની સંખ્યા 9,30,938એ પહોંચી છે.