- કોરોનામાં મોટી રાહત
- 24 કલાકમાં નોંધાયા 13 હજાર 405 કેસ
- એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી
- રિકવરી રેટ વધ્યો
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે, કોરોનાના દૈનિક કેસો હવે ઘટી રહ્યા છે, ત્યારે રિકવરી રેટ પણ સારો એવો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ એક્ટિવ કેસો પણ ઘટતા જઈ રહ્યા છે આ સ્થિતિને જોતા દેશભરના રાજ્યોમાં શાળા-કોલેજો શરુ કરવામાં આવી છે આ સહીત અનેક પ્રતિબંઘો પણ હળવા કરી દેવાયા છે.
જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો વિતેલા દિવસની સરખામણી કરતા 16.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 14 હજાર 405 કેસ સામે આવ્યા છે.આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 235 મૃત્યુ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 81 હજાર 075 છે. સક્રિય કેસ સંક્રમણના કુલ કેસના 0.42 ટકા છે.
છેલ્લા એક દિવસમાં 34 હજાર 226 લોકોએ કોરોનાને માત આપી છએ અને સ્વસ્થ થયા છે.જો રિકવરી રેટની વાત કરીએ તો 98.38 ટકા પર ચાલી રહ્યો છે. આ સાથે જ કોરોનાનો દૈનિક હકારાત્મકતા દર 1.24 ટકા જોવા મળી રહ્યો છે. ત્યાકરે સાપ્તાહિક હકારાત્મકતા દર 1.98 ટકા જોવા મળે છે.