કોરોનાના કેસોમાં વિતેલા દિવસની તુલનામાં ઘટાડો- દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 3,207 નવા કેસ નોંધાયા
- દેશમાં કોરોનાના 3,207 નવા કેસ નોંધાયા
- ગઈકાલની સરખામણીમાં કેસ ઘટ્યા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે, ત્યારે કોરોનાના કેસો કેટલાક રાજ્યોમાં વધી રહ્યા છે જેને લઈને દેશભરમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યા 3 હજારને પાર પહોંચેલી જોવા મળી રહી છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશભરમાં આ સમયગાળા દરમિયાન 3,207 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 7 ટકા ઓછા જોવા મળે છે. સત્તાવરા આંકડાઓ પ્રમાણે 24 કલાકમાં કોરોનાને કારણે 29 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 5 લાખ 24 હજારને પાર પહોંચી ગયો છે
જો દેશમાં સક્રિય કેસોની વાત કરીએ તો તે પણ 20 હજારને પાર પહોચી ગયા છે, હાલમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 20 હજાર 403 છે. જ્યારે 24 કલાકમાં 3 હજાર 410 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.
દેશની રાજધાની દિલ્હીમાં સતત કેટલાય દિવસોથી કોરોનાના એક હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. રવિવારે કોરોના વાયરસના ચેપના 1,422 નવા કેસ નોંધાયા છે. જોકે, મૃત્યુનો કોઈ નવો કેસ નોંધાયો નથી. તે જ સમયે, ચેપ દર 5.34 ટકા રહ્યો છે. હેલ્થ બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે.દિલ્હી સહીત મહારાષ્ટ્ અને ઉત્તરપ્રદેશમામકોરોનાના કેસોમાં સામાન્ય વધારો થયો છે જેના કારણે દૈનિક કેસો વધતા જોવા મળ્યા છે.