Site icon Revoi.in

સતત ત્રીજા દિવસે કોરોનાના કેસોમાં નોંધાયો ધટાડોઃ- સંક્રમિતોની સંખ્યા 3 લાખથી ઓછી નોંધાઈ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાી રહ્યો છે, જો કે આ સ્થિતિ વચ્ચે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે, દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં  ઘટાડો જોવા મળી રહ્યો છે,છેલ્લા 3 દિવસથી દેશમાં ત્રણ લાખથી ઓછો કેસ સામે આવી રહ્યા છે,

જોકે,વિતે્લા દિવસને મંગળવારે આ સંખ્યામાં નહીવત વધારો જોવા મળ્યો હતો,. બીજી તરફ, મૃત્યુઆંકમાં પણ સામાન્ જેવો ઘટોાડો જોઈ શકાય છે. મંગળવારે દેશમાં કોરોના વાયરસના કુલ 2 લાખ 67 હજાર 122 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે 3 હજાર  કોરોનામાં જીવ ગુમાવ્યા હતા.

દેશમાં સૌથી વધુ 6 મેના રોજ 4 લાખ 14 હજાર 554 કેસ નોંધાયા છે, ત્યારથી  દેશમાં કોરોનાની આ સંખ્યામાં  સતત ઘટાડો નોંધાઈ જ રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં સંક્રમિત લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે, જો કે તે હજી પણ વિશ્વમાં સૌથી વધુ છે.

જો મહારાષ્ટ્રની વાત કરીએ તો વિતેલા દિવસને મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 28 હજાર 438 નવા કેસ નોંધાયા છે, જે સોમવારના નવા કેસો કરતા 1 હજાર 822 જેટલા ઓછા છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે 679 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ સમગ્ર બાબતે આરોગ્ય વિભાગ આપેલ માહિતી પ્રમાણે, રાજ્યમાં સંક્રમિત  લોકોની કુલ સંખ્યા વધીને 54 લાખ 33 હજાર 506 થઈ ચૂકી  છે અત્યાર સુધી 83 હજાર 777 લોકોનાં મોત નીપજ્યાં છે. વિભાગના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં સોમવારે ચેપના 26 હજાર નોંધાયા છે.

જો આ બાબતે તામિલનાડૂની વાત કરીએ તો તમિળૃલનાડુમાં કોરોના વાયરસના 33 હજાર 59 નવા કેસ નોંધાયા છે જ્યારે 364 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના એક બુલેટિને મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 16 લાખ 64 હજાર 350 થઈ છે અને મૃત્યુઆંક 18 હજાર 369 પર પહોંચી ગયો છે.

કર્ણાટકમાં, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 30 હજાર 309 નવા કેસ નોંધાયા છે અને 525 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમય દરમિયાન 58  હજાર 395 લોકો પણ સ્વસ્થ બન્યા હતા.