Site icon Revoi.in

છેલ્લા 3 અઠવાડિયા બાદ કોરોનાના કેસોમાં નોંધાયો ઘટાડો – કોરોનાની બીજી તરંગનું જોખમ નહીવત

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે. કોરોનૈના કેસમાં જો કે હવે ઘીરે ઘીરે ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી કોરોના વાયરસના દૈનિક કેસો સ્થિત થઈ રહ્યા છે, જો કે, આ  અઠવાડિયા દરનમિયાન ભારતમાં નવા કોરોનાના કેસોમાં પાછલા સાત દિવસની સરખામણીએ અંદાજે 16 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

આ સાથે જ જો સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો6 તારીખથી લઈને 13 તારીખ સુધીમાં કોરોનાના કેસોની સંખ્યા આ અઠવાડિયાની સરખામણીમાં બે ગણી જોવા મળી હતી, એટલે એમ કહી શકાય કે, ત્યારથી લઈને અતાયર સુધીમાં 62 ટકા ઘટાડો નોંધાયો છે. આમ જોવા જઈએ તો હવે દેશમાં કોરોનાની બીજી તરંગનું જોખમ નહીવત છે.

બીજી તરફ છેલ્લા 4 અઠવાડિયામાં કોરોનાથી થતા મૃત્યુમાં ખાસ વધારો નોંધાયો નથી, છેલ્લા 4 અઠવાડિયામાં કોરોનાથી થતા મોતનો આંકડો દર અઠાવડિયા 3 હજાર 500ની આપસાપ રહી છે, જે પ્રમાણે નવેમ્બરની 29 તારીખથી લઈને વિતેલા દિવસ સુધી 3 હજાર 500થી વધુ જીવ ગુમાવ્યા છે.

સપ્ટેમ્બર મહિનાની 13 થી 20 દરમિયાનના અઠવાડિયામાં કોરોનાથી થતા મૃત્યુનો આંક વધ્યો હતો, જેની સરખામણીમાં આ અઠવાડિયામાં 58 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, આ અઠવાડિયા દરમિયાન કોરોનાથી મૃત્યુ પામનાર સૌથી વધુ 13 થી 20 સપ્ટેમ્બરમાં નોંધાયા છે,આ સમય દરમિયાન 8 હદારથી પણ વધુ કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

દૈનિક કોરોનાના કેસોમાં થયેલો ઘટાડો એ પણ સંકેત આપી રહ્યો છે કે દેશમાં હજી કોરોનાની બીજી તરંગની સંભાવના નથી. જો કે, ઘણા રાજ્યોમાં દૈનિક કેસોની બાબતોમાં ઘટાડો અને વધારો ચાલુ છે. એકંદરે, એક અઠવાડિયા સિવાય, દેશમાં કોરોનાના સાપ્તાહિક કેસો હવે ઘટીને 12 અઠવાડિયા કરતા પણ ઓછા થઈ રહ્યા છે.જેથી કહી શકાય કે, દેશમાં કોરોનાની બીજી કતરંગનું જોખમ નહીવત છે. જો કે સ્થિતિ આવનારા દિવસોમાં આવી રહેશે તો જ કહી શકાય. કે હવે બીજી તરંગનું જોખમ નથી.

સાહિન-