Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસમાં તો ઘટાડો, પણ મૃત્યુઆંક વધતા લોકોના માથે ચિંતાના વાદળ ઘેરાયા

Social Share

દેશમાં કોરોનાવાયરસના કેસમાં આમ તો ઘટાડો જોવા મળી રહ્યો છે, લોકોને આ બાબતે તો શાંતિ છે પરંતુ દેશમાં કોરોનાને કારણે મોતના આંકડામાં વધારો જોવા મળ્યો છે જેના કારણે લોકમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. દેશમાં  24 કલાક દરમિયાન કોરોનાથી 871 લોકોના મોત થયા છે જે ક્યાંકને ક્યાંક ખતરાની ઘંટી કહી શકાય.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ  24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,35,532 કેસ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે 2,51,209 નવા કેસ નોંધાયા હતા. એક દિવસમાં 3,35,939 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે.

દેશમાં કોરોનાને આપવા માટે રસીકરણ પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના રસીના કુલ 1,65,04,87,260 ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કેટલાક લોકો દ્વારા બેદરકારી પણ દાખવવામાં આવી રહી છે અને તેના કારણે પણ સંક્રમણ વધી રહ્યું હોય તેમ કહી શકાય છે. કારણ કે ગામડાઓમાં તથા શહેરમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નથી અને કોરોનાને ગંભીરતાથી પણ લેતા નથી.

સરકાર દ્વારા તો લોકોને બચાવવા માટેના અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે, અને મોટી સંખ્યામાં લોકોને વેક્સિન પણ આપવામાં આવી છે. દેશમાં અંદાજે 160 કરોડ જેટલા વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તે વાતમાં કોઈ શંકા નથી કે ત્રીજી લહેરમાં એટલું નુક્સાન કે જાનહાની જોવા મળી નથી પણ જો લોકો દ્વારા વધારે સતર્કતા રાખવામાં આવે તો દેશને જલદીથી કોરોનાથી મુક્તિ મળી શકે છે.