- 24 કલાકમાં નવા કેસોમાં 2 ટકાનો ઘટાડો
- 1233 સંક્રમણના કેસ નોંધાયા
- કોવિડ-19ના એક્ટિવ કેસ 15,000 કરતા ઓછા
દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે.દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે.લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં કોરોનાથી મુક્તિ મળી જશે અને ફરીવાર દેશમાં પહેલા જેવું સામાન્ય વાતાવરણ જોવા મળી શકે છે
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.પરિણામે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1233 નવા કેસ નોંધાયા છે.આ જ કારણ છે કે, છેલ્લા 24 કલાકમાં નવા કેસોમાં બે ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, હવે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 14,704 પર પહોંચી ગઈ છે.
જો કે સરકાર દ્વારા અને લોકો દ્વારા કોરોનાને હરાવવા માટે અનેક અને અથાગ પ્રયાસ કરવામાં આવ્યા છે. કોરોનાની લહેરમાં લોકોએ એક દિવસમાં લાખોની સંખ્યામાં કેસનો આંકડો જોયો છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થતા પણ જોયા છે. હાલ હવે સ્થિતિ સુધરી છે ત્યારે એવું કહી શકાય કે દેશમાં કોરોનાને હાર આપવામાં દેશની સામાન્ય જનતા અને સરકારનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.