- વિતેલા દિવસની સરખામણીમાં કોરોનામાં રાહત
- 24 કલાકમાં 2 લાખ 55 હજાર874 કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે,ત્યારે વિતેલા દિવસની સરખામણીમાં આજે નોંધાયેલા કેસમાં 16.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 2 લાખ 55 હજાર 874 કેસ નોંધાયા છે જે વિતેલા દિવસની સરખામણીમાં થોડા ઓછા છે.
આજ રોજ મંગળવારે ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં 16.4 ટકાનો ઘટાડો નોઁધાયો છે.વિતેલા દિવસને સોમવારે 3 લાખ 6 હજાર 64 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે આજે દૈનિક સંક્રમણ દર પણ ઘટીને 15.52 થઈ ગયો છે. સોમવારે દૈનિક સંક્રમણ દર 20.75 ટકા થયો હતો. સક્રિય દર્દીઓની વાત કરીએ તો તેમની સંખ્યા 22 લાખ 36 હજાર 842 પર પહોંચી ગઈ છે.
દેશમાં કોરોનામાંથી રિકવરી રેટ 93.15 ટકા જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 67 હજાર 753 લોકોએ કોરોનાને માત આપી છે, જે બાદ કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા 3 કરોડ 70 લાખ 71 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના સંક્રમણના કારણે 614 લોકોના મોત નોઁધાયા છે.