નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના પોઝિટિવ કેસની ગતિ વધી રહ્યાનું લાગી રહ્યું છે. ગઈકાલે 24 કલાકમાં 358 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. દરમિયાન આજે 24 કલાક દરમિયાન આ આંકડો લગબગ બમણી થઈ ગયો હતો. આજે શુક્રવારે કોરોના વાયરસના 640 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. કેરલમાં 265 કેસ સામે આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું કેરલમાં મોત થયું હતું. હાલ દેશમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 2997 ઉપર પહોંચ્યો છે.
કેન્દ્ર સરકારે લોકોને સલાહ આપી છે કે, ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જવુ, હોસ્પિટલ અને ભીડભાડવાળીઓએ પરત ફર્યા બાદ સેનેટાઈઝરનો ઉપયોગ કરવામાટે લોકોને અપીલ કરી છે. કેરલમાં કેસમાં વધારો થતા પડોશી રાજ્ય તમિલનાડુ, કર્ણાટક અને ગોવામાં ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે.
કોરોનાના કેસને લઈને સૌથી વધારે ચિંતાની સ્થિતિ કેરલમાં ઉભી થઈ છે. રાજ્યમાં બે દિવસમાં ચાર વ્યક્તિઓના મોત થયાં છે. આમ અત્યાર સુધી કેરલમાં મૃત્યુઆંક વધીને 72060 ઉપર પહોંચ્યો છે.
કેરલમાં તાજેતરમાં જ કોરોનાના નવા સબ-વેરિએન્ટ જેએન.1ની હાજરી જોવા મળી હતી. જેથી તમિલનાડુ, કર્ણાટક અને ગોવામાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ રાજ્યોને કોરોનાને ધ્યાનમાં રાખીને સાબદા રહેવા માટે તાકીદ કરી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાને મહાત આપીને સજા થનારાઓની સંખ્યા 4.4 કરોડ થઈ છે. હાલ મૃત્યુદર 1.18 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને પગલે 5.33 લાખ લોકોના મૃત્યુ થયાં છે. હાલ દેશની હોસ્પિટલોમાં 2997 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ની રસીના 221 કરોડ ડોઝ અપાયાં છે.
(PHOTO-FILE)