- યુકેમાં થયો કોરોના બેકાબૂ
- એક જ સપ્તાહમાં 48 ટકા કેસ વધ્યા
- એક જ દિવસમાં 122,186 કેસ નોંધાયા
દિલ્હી: કોરોનાવાયરસથી અત્યારે યુકે વધારે સૌથી વધારે અસરગ્રસ્ત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે યુકેમાં એક જ સપ્તાહમાં કેસમાં 48 ટકાનો વધારો જોવા મળ્યો છે. જાણકારી અનુસાર છેલ્લા 24 કલાકમાં યુકેમાં 122000થી પણ વધારે કેસ નોંધવામાં આવ્યા છે જેના કારણે અન્ય દેશમાં પણ ચિંતાના વાદળ ઘેરાયા છે.
યૂકે સહિત યુરોપના મોટા ભાગના દેશ કોવિડની ભીષણ લહેરનો સામનો કરી રહ્યાં છે. યૂકે પણ તેમાંથી બાકાત નથી. સ્થિતિ એવી છે કે આજે કોવિડના તમામ રેકોર્ડ તૂટી ગયા અને ત્યાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. ક્રિસમસ અને નવા વર્ષની તૈયારીઓ વચ્ચે અહીં સ્વાસ્થ્ય વિભાગે કેસોની સંખ્યામાં મોટો વધારો નોંધ્યો છે.
યૂકેના વડાપ્રધાન બોરિસ જોનસને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતા ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ક્રિસમસના એક દિવસ પહેલા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં તે દેશની જનતાને ક્રિસમસ અને નવું વર્ષ ઘરમાં ઉજવવાની અપીલ કરી રહ્યાં છે.
યૂકેના સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે કોવિડના નવા ઓમિક્રોન વેરિએન્ટને કારણે ત્યાં એક સપ્તાહમાં લગભગ 48 ટકા વધારો જોવા મળ્યો છે. તે પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં યૂકેમાં લગભગ 7 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તો સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે યૂકેની હોસ્પિટલમાં દાખલ થવાનો દર 8 ટકા વધ્યો છે અને છેલ્લા 24 કલાકમાં લગભગ 1171 કોવિડ કેસ રજીસ્ટર્ડ થયા છે.