- દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો
- 24 કલાકમાં 3,303 કેસ સામે આવ્યા
- એક્ટિવ કેસોની સંખ્યા પણ વધી
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ થતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે જેને લઈને દેશમાં નોંધાતા દેનિક કેસોની સંખ્યા વધતી જોવા મળી રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં ઉચાળો આવ્યો છે જે 3 હજારની આસપાસ નોંધાયા છે.
જો છેલ્લા 24 કવલાકમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો દેશભરમાં કુલ 3303 નવા કેસ નોંધાયા છે. આ આંકડો ગઈકાલની તુલનામાં 12.8 ટકા વધારો દર્શાવે છે. આ સાથે દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ 30 લાખ 68 હજાર 799 થઈ ગઈ છે.
આ સાથે જ જો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે થયેલા મોતની વાત કરીએ તો કુલ 39 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 23 હજાર 693 લોકોના મોત થયા છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે , હાલમાં દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા પણ વધી છે, હવે એક્ટિવ કેસો દેશમાં 17 હજારની નજીક પહોંચી ચૂક્યા છેહાલમાં, દેશભરમાં 16,980 સક્રિય કેસ નોંધાયા છે. સક્રિય કેસ કુલ ચેપના 0.04 ટકા થઈ ગયા છે.
જો દેશભરમાં કોરોનાથી સાજા થનારાના દરની વાત કરીએ તો હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2,563 દર્દીઓ સાજા થયા છે.