- સૌરાષ્ટ્રમાં કોરોનાનો ખતરો
- વધી રહ્યા છે કેસ
- લોકોએ સતર્ક રહેવું જરૂરી
રાજકોટ: જામનગરમાં કોરોનાના કુલ ૭ પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી ૬ શહેરના અને ૧ જામનગર ગ્રામ્યનો છે. શહેરમાં નોંધાયેલા ૬ કેસમાંથી ૩ કેસ તાજેતરમાં નોંધાયેલા કોરોના દર્દીના પરિવારજનોના છે. રાજકોટમાં સોમવારે ૪ કેસ બાદ મંગળવારે ૫ કેસ નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.આમ ઓમીક્રોનના ખતરા વચ્ચે સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
સોમવારે ૧૧ કેસ સામે આવ્યા બાદ મંગળવારે વધુ ૧૪ દર્દી સંક્રમિત થયા હતા. જામનગરમાં એક દિવસ એક પણ કેસ ન નોંધાયા બાદ એક સાથે ૭ દર્દીના કોરોના રીપોર્ટ પોઝીટીવ નોંધાતા સ્થાનિક કલેકટર અને આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં વાંકાનેર શહેરી વિસ્તાર માં ૨૧ વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. દર્દીએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધેલ છે. હાલ તેની તબિયત એકદમ સ્થિર છે.
દર્દીની છેલ્લા ૧૦ દિવસમાં રાજકોટ, અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં મુસાફ્રીની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી છે. દર્દીની ગુજરાત બહારની અન્ય કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મોરબીમાં 19 દિવસ સુધી એક પણ કોરોના કેસ ન નોંધાયા બાદ મંગળવારે એક કેસ નોંધાયો હતો.