Site icon Revoi.in

ઓમિક્રોનના કહેર વચ્ચે કોરોનાના કેસોમાં ઉછાળો – 24 કલાકમાં 13 હજાર કેસ નોંધાયા, છેલ્લા 7 સપ્તાહના સૌથી વધુ કેસ

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે  કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોનો આંકડો બમણો થઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં કોરોનાના રેકોર્ડ 13 હજાર નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 7 અઠવાડિયામાં સૌથી વધુ છે. પ્રાપ્ત ડેટા અનુસાર, કુલ દૈનિક કેસોમાં મહારાષ્ટ્ર સૌથી વધુ યોગદાન આપનાર છે, જ્યાં એક દિવસમાં કોરોનાના 3 હજાર 900 નવા કેસ નોંધાયા છે.ત્યાર પછી પછી કેરળમાં 2 હજાર 846, પશ્ચિમ બંગાળમાં 1 હજાર 89 અને દિલ્હીમાં 923 કેસ સામે આવ્યા છે.

આ સાથે જ આ  આંકડાઓ અનુસાર, બુધવારે ભારતમાં કુલ 12 હજાર 987 નવા કેસ નોંધાયા હતા, જે 10 નવેમ્બર પછીનો સૌથી વધુ મોટો આંકડો કહી શકાય છે, જ્યારે દેશમાં 13 હજાર 148 કેસ નોંધાયા હતા.અને હવે 13 હજાર આસપાસ કેસ નોઁધાયા છે

આ જ સમયગાળા દરમિયાન, મંગળવારે, કોરોનાના દૈનિક કેસ 9 હજાર 155 હતા અને સોમવારે ફક્ત 6 હજાર 1399 કેસ હતા.એવું માનવામાં આવે છે કે કોરોના કેસમાં આટલા ઝડપી વધારા પાછળ ઓમિક્રોન વેરિઅન્ટ જવાબગદાર હોઈ શકે છે.

આ સાથે જ બુધવારે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા પણ વધીને 946 થઈ ગઈ છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં 161 કેસ સામે આવ્યા છે. તે જ સમયે, ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાંથી અત્યાર સુધીમાં કુલ 241 સાજા થઈ ગયા છે.

કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત મહારાષ્ટ્રમાં એક દિવસમાં સંક્મણના નવા કેસોમાં 79 ટકાનો વધારો થયો છે,જેમાં માત્ર મુંબઈમાં ચેપના કેસોમાં 83 ટકાનો વધારો થયો છે. મંગળવારે મુંબઈમાં કોરોનાના 1333 કેસ હતા, જે બુધવારે વધીને 2445 થઈ ગયા. બુધવારે, રાજ્યમાં ઓમિક્રોનના 85 કેસ નોંધાયા હતા, ત્યારબાદ મહારાષ્ટ્રમાં હવે નવા પ્રકારના 252 કેસ છે